ઓફલાઈન પરીક્ષા

GTUની સેમિસ્ટર-3ની પરીક્ષા ક્યારે લેવાશે તે વિશે કરાઈ મહત્વની જાહેરાત

  • હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે

Nov 4, 2020, 09:41 AM IST

આજથી GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા

આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે

Oct 26, 2020, 09:05 AM IST

ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

અમદાવાદ કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.

Oct 12, 2020, 08:30 AM IST

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત યોજાઈ ઓફલાઈન પરીક્ષા

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

Sep 21, 2020, 11:24 AM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે

Sep 3, 2020, 10:49 AM IST

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 

Aug 10, 2020, 01:41 PM IST

કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે

 આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

Jul 1, 2020, 03:40 PM IST