ગર્લફ્રેંડ News

વેલેન્ટાઇન ડે: યુવાનોમાં પડાપડી, આ ગીફ્ટ આપશો તો કોઇ પણ યુવતી ના નહી પાડે
વેલેન્ટાઇન ડે એટલે પ્રેમના પ્રતિકરૂપી પર્વ અને આ પર્વમાં યુવાહૈયાઓ એકબીજાને અવનવી ગિફ્ટ આપવા ઉત્સુક હોય છે. ત્યારે હાલ જામનગરની બજારોમાં વિવિધ ગિફ્ટ શોપમાં યુવા હૈયાની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. અને ગિફ્ટ શોપમાં અવનવી વેરાયટીઓ યુવા હૈયાઓના આકર્ષિત પણ કરી રહી છે. આગામી 14 મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે, ત્યારે હવે જામનગરની બજારોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે અવનવી વેરાયટીઓ અને અવનવી ગિફ્ટોનું આગમન થઈ ચૂક્યું છે. યુવા હૈયાઓ એકબીજાને આકર્ષિત કરવા માટે હાલ અવનવી અને સરપ્રાઇઝ વસ્તુઓની ખરીદી કરતા બજારમાં જુદી જુદી ગિફ્ટ શોપમાં નજરે ચડે છે. તેમજ બજારમાં પણ 10 રૂપિયાથી માંડીને હજારોની કિંમતની ગિફટ - ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે.
Feb 11,2020, 23:01 PM IST

Trending news