ગુજરાતમાં મેઘમહેર News

રાજ્યમાં સીઝનનો 39.66% વરસાદ અત્યાર સુધી વરસ્યો, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 68.48% પડ્યો
રાજ્યમાં આઠ વાગ્યા સુધીમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ 8.5 ઇંચ પડ્યો છે. તો ભરૂચના નેત્રંગ, ડાંગના વગઈ અને ખેડાના મહુધા તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવ અને ભરૂચના જંબુસરમા દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ચાર તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 36 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યમાં સાત તાલુકામાં વરસાદ સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 
Jul 26,2020, 9:49 AM IST
24 કલાકમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ, ઉમરપાડા અને ઉંમરગામમાં 4 ઈંચ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. 
Jul 24,2020, 9:22 AM IST
24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. 
Jul 15,2020, 9:37 AM IST

Trending news