સારા સમાચાર, રાજ્યમા સારા વરસાદ સાથે ખેડૂતોએ મબલખ વાવણી કરી
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમા સાર્વત્રિક વરસાદ થતા સારી ખેતીની આશા બંધાઈ છે. રાજ્યમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. રાજ્યમા ખેડૂતોમા સારા વરસાદના કઠોળ, બાજરી, મકાઈ, કઠોળ, મગફળી અને કપાસમાં સારા ઉત્પાદનની આશા બંધાઈ છે. જોકે રાજ્યમા ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ખેડૂતોમા ચિંતા વધી છે.
વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા સારા વરસાદના કારણે મબલખ વાવણી ખેડૂતો દ્વારા કરવામા આવી છે. રાજ્યમા આ વિસ્તારોમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ડાંગર અને અન્ય પાકોની વાવણી પર સીધી અસર જોવા મળી છે. વાવણીના આંકડાઓ પર નજર કરીએ તો....
- ડાંગર 1.91 લાખ હેક્ટર 23.30 ટકા વાવણી
- બાજરી 1.08 લાખ હેક્ટર 67.42 ટકા વાવણી
- મકાઈ 2.36 લાખ હેક્ટર 76.98 ટકા વાવણી
- તુવેર 1.78 લાખ હેક્ટર 56 ટકા વાવણી
- કઠોળ કુલ પાક 2.31 લાખ હેક્ટર 49 ટકા વાવણી
- મગફળી 19.70 લાખ હેક્ટર 127.94 ટકા વાવણી
- કપાસ 20.33 લાખ હેક્ટર 76 ટકા વાવણી
- શાકભાજી 1.37 લાખ હેક્ટર59 ટકા વાવણી
- કુલ વાવણી 57.37 લાખ હેક્ટર 67.58 ટકા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે