રાજ્યમાં 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, જામજોધપુરમાં 3.5 ઈંચ વરસાદ

જામનગરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જામનગરના જામજોધપુરમા મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જામજોધપુરમાં રાત્રે 4 કલાકમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમા ચાલુ સિઝનમાં સીઝનનો કુલ 124.77 % વરસાદ વરસ્યો છે. તો કાલાવડમાં ચાલુ સીઝનનો 143.55 % વરસાદ વરસ્ય છે. જામનગર શહેરમા રાત્રે છુટક વરસાદી ઝાપટા પડ્યા હતા. 
રાજ્યમાં 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, જામજોધપુરમાં 3.5 ઈંચ વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :જામનગરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જામનગરના જામજોધપુરમા મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જામજોધપુરમાં રાત્રે 4 કલાકમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમા ચાલુ સિઝનમાં સીઝનનો કુલ 124.77 % વરસાદ વરસ્યો છે. તો કાલાવડમાં ચાલુ સીઝનનો 143.55 % વરસાદ વરસ્ય છે. જામનગર શહેરમા રાત્રે છુટક વરસાદી ઝાપટા પડ્યા હતા. 

સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત 

તો આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું હવામાન ખાતાના આંકડા બતાવે છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. સવારથી અત્યાર સુધી માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, સવારથી રાજ્યમાં નહિવત વરસાદ છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સિધ્ધપુર, રાજ્યના પાટનગર ગાંધીનગર અને ખેડાના કપડવંજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ખેડાના કઠલાલ, પાટણના સરસ્વતી, બનાસકાંઠાના દાતીવાડા અને દાહોદના ફતેપુરામાં સવા ઇંચ થી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આમ, 24 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 

વરસાદને કારણે 18 રસ્તા બંધ
વરસાદના કારણે રાજ્યમાં હાલ 18 રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં 2 સ્ટેટ હાઇવે પણ બંધ છે. તેમાં જામનગર અને પોરબંદરના સ્ટેટ હાઈવે બંધ છે. આ ઉપરાંત 1 આંતરિક રસ્તો પણ બંધ છે.તો પંચાયતના 15 રસ્તાઓ બંધ થયા છે. જેમાં રાજકોટના 3, જામનગરમાં 1, જૂનાગઢમાં 3 અને પોરબંદરના 8 રસ્તાઓ બંધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news