ગુરુ પૂર્ણિમા News

રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી, ગુરુ વંદનાથી ગુજરાત ધન્ય
ઝી બ્યુરો/અમદાવાદ: ગુરુ પૂર્ણિમા પર માનવ જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને મહત્વ આપવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. તમામ ધર્મના લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. ભવનાથની ગીરી તળેટીમાં ગુરુ પૂનમના પાવન અવસરે ખૂબ મોટી સંખ્યામાં સેવકો ભક્તોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી, જ્યાં ગુરુ વંદના કરી શિષ્યો ધન્ય થયા છે. બીજી બાજુ ગુરુપૂર્ણિમા નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પાસે આવેલા અડાલજ પહોંચ્યા હતા. અડાલજ ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાંએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ અહીં મંદિરે દર્શન કરી સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી.
Jul 13,2022, 21:13 PM IST

Trending news