ગુરુ પૂર્ણિમાના શુભ પર્વ પર પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી છે. લોકો માતાના દર્શન કરવા પહોંચ્યા છે, જુઓ વિડિઓ...
Guru Purnima: 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે ગુરુ મિથુન રાશિમાં છે. આવી સ્થિતિમાં, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મિથુન રાશિમાં રહેવાથી અનેક રાશિને ફાયદો કરાવશે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ થયો હતો.
ગુરુપૂર્ણિમાએ દરેક મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટ્યા છે. જ્યાં મંદિરમાં કૃષ્ણમ વંદે જગતગુરુના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી.
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
ગુરુ પૂર્ણિમા પર ગૂંજી ઉઠ્યું અમેરિકાનું ટેક્સાસ, 10 હજાર લોકોએ કર્યા ભગવદ્દ ગીતાના પાઠ
Devotees throng Santram temple in Kheda's Nadiad on auspicious occasion of Guru Purnima
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિરે ભક્તોનું ઘોડાપુર, 2 લાખથી વધુ અપાઈ તુલસીની કંઠી
Guru Purnima 2023: અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ અને સોમવારે ઉજવાશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં સફળતા મળે છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુરુ પૂર્ણિમા પર માનવ જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને મહત્વ આપવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. તમામ ધર્મના લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. ભવનાથની ગીરી તળેટીમાં ગુરુ પૂનમના પાવન અવસરે ખૂબ મોટી સંખ્યામાં સેવકો ભક્તોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી, જ્યાં ગુરુ વંદના કરી શિષ્યો ધન્ય થયા છે. બીજી બાજુ ગુરુપૂર્ણિમા નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પાસે આવેલા અડાલજ પહોંચ્યા હતા. અડાલજ ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાંએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ અહીં મંદિરે દર્શન કરી સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી.
Guru Purnima 2022: અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.
Guru Purnima 2022: શું તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણ અને યમરાજ વચ્ચે કેમ થઈ હતી લડાઈ? ગુરુ સાંદિપનીએ શિષ્ય કૃષ્ણ પાસે ગુરુદક્ષિણા તરીકે કઈ વસ્તુની કરી હતી માંગણી? ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર જાણો રોચક કહાની...
ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો દિવસ. આ દિવસનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ આ વર્ષે રાજયોગ છે. જેથી આ દિવસે ગુરુનું પૂજન વિશેષ ફળદાયી રહેશે.
આજે ગુરુ પૂર્ણિમાના અવસરે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશને સંબોધન કર્યું.
શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્યશ્રી108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ આ સેવા પ્રકલ્પોનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
અજ્ઞાનતાના અંધારાથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુ (guru purnima) નું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ મહત્વનું છે. તેમના જ્ઞાન અને માર્ગદર્શનથી જીવનની દિશા બદલાઈ છે. સુરતમાં પણ સરકારી શાળાના આચાર્યએ ખરા અર્થમાં ગુરુ બનીને શાળામાંથી ડ્રોપઆઉટ લેનાર 250 જેટલી વિદ્યાર્થીનીઓ શિક્ષણ આપીને નવી દિશા ચીંધી છે. આ વર્ષે પણ તેઓ 45 દીકરીઓને નિઃશુકલ ભણાવી રહ્યા છે.
સુપર 30 ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી રહી છે. આ સંજોગોમાં ગુરૂપૂર્ણિમા પર્વ પર અભિનેતા રિતિક રોશને આનંદ કુમારના આશીર્વાદ લીધા હતા અને કહ્યું કે, સંઘર્ષના દિવસોમાં જીવન કેવી રીતે જીવી શકાય એ કલા આનંદ સર પાસેથી શીખવા જેવી છે.
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.
વર્ષ 2019નું બીજું ચંદ્વગ્રહણ મંગળવારે જોવા મળ્યું હતું. ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્વગ્રહણનો સંયોગ 149 વર્ષ બાદ સર્જાયો છે. એટલા માટે આ ચંદ્વગ્રહણને દુર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં 12 જુલાઇ 1870ના રોજ આ સંયોગ સર્જાયો હતો, જ્યારે ગુરૂ પૂર્ણિમાના તથા ચંદ્વગ્રહણ એકસાથે જોવા મળ્યા હતા. ચંદ્વગ્રહણ ભારતીય સમયાનુસાર રાત્રે 1:31 વાગે શરૂ થઇને સવારે 4:30 વાગ્યા સુધી રહેશે. તેને આખા ભારતમાં જોઇ શકાશે.
બગદાણામાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો, લાખો લોકોએ બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું, અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, ખેડાના યાત્રાધામ વડતાલમા ગુરુપૂર્ણિમાની ઉજવણી
વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને ક્લાસમાં ન બેસવા દેતા થયો વિવાદ, યુનિવર્સિટીનો નિયમ છે કે જે બિલ્ડીંગથી પ્રવેશ લીધો હોય ત્યાં જ ક્લાસમાં બેસવું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે થઇ બોલાચાલી.