demand

કોરોના કાળમા માનવો બાદ હવે મોરબીનો આ ઉદ્યોગ વેન્ટિલેટર પર, તહેવાર છતા માંગ નહી

આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે. ભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે. જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના લીધે માંગ ઘટી ગઈ છે અને ઉત્પાદન લગભગ ૪૦ ટકાથી વધુ ઘટી ગયું છે.

Jul 27, 2021, 11:53 PM IST

Lockdown માં કેમ વધી ટાયરની માગ? જાણો કોરોના કાળમાં કઈ રીતે ટાયર ઉદ્યોગ ચાલ્યો ટોપ ગેયરમાં!

આપણા દેશમાં ટેક્નોલોજીમાં સતત અવનવું સંશોધન થઈ રહ્યું છે. તેથી અવનવા વાહનો પણ માર્કેટમાં આવી રહ્યા છે. પરંતુ એ વાહનોનો ચલાવવા સૌથી પ્રાથમિક વસ્તુ હોય છે ટાયર.ત્યારે ટાયર ઉદ્યોગને ધબકતું રાખવું ખુબ જ જરૂરી છે.

Jul 15, 2021, 03:02 PM IST

AHMEDABAD: એરહોસ્ટેસ યુવતીની બાજુમાં આવી મિત્રએ અડપલા શરૂ કર્યા પછી...

શહેરનાં જગતપુર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતી એક એરહોસ્ટેસ યુવતી રૂમ પાર્ટનર તેના મિત્રોને ફ્લેટમાં દારૂની પાર્ટી કરવી મોંઘી પડી હતી. એરહોસ્ટેસ યુવતી તેના મિત્રો સાથે ફ્લેટ ભાડે રાખીને રહેતી હતી. તેની રૂમ પાર્ટનર યુવતીનાં મિત્રો ઘરે દારૂ પાર્ટી કરવા માટે આવ્યા હતા. બાદમાં યુવતી તેના રૂમમાં સુતી હતી ત્યારે એક યુવક તેની બાજુમાં આવીને સુઇ ગયો હતો. તેના અંગોને સ્પર્શ કરીને અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો. 

Jun 13, 2021, 06:37 PM IST

શું આવનારા સમયમાં ખાવાના સાંસા પડી જશે? ખેતીવાડીની સ્થિતિ દર્શાવતો એક ચોંકાવનારો રિપોર્ટ

વધતી માનવતા અને તેનાથી પણ ઝડપથી વધી રહેલી તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર  (Agriculture sector) એ તૈયાર રહેવું જરૂરી છે.

Jun 8, 2021, 03:14 PM IST

સ્કૂલ બોર્ડનાં શિક્ષકોની માંગણી, કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી 2.50 કરોડનું મહેનતાણું ચુકવવા માંગ

કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે શિક્ષકોને પણ કામે લગાડ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કુલ બોર્ડનાં અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. તેવામાં શિક્ષકોને કોવિડ ડ્યુટીમાંથી મુક્ત કરીને બાકી મહેનતાણું ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.

Jun 1, 2021, 10:05 PM IST

ધોરણ 10માં રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા શાળા સંચાલક મંડળની માંગ

કોરોનાને પગલે ધોરણ 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10 માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગણી કરવામાં આવી છે. 

May 15, 2021, 07:20 PM IST

Tractor Rally ની મંજૂરી મળી છતાં ખેડૂતો ખુબ નારાજ, કહ્યું- શરતો સાથે રેલીનો કોઈ અર્થ નથી

નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ પ્રદર્શન (Farmers Protest) કરી રહેલા ખેડૂતોને દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર શરતો સાથે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે મંજૂરી મળ્યા બાદ હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના ટાઈમિંગ અને રૂટ ઉપર સવાલ ઉઠાવ્યા છે. 

Jan 25, 2021, 12:59 PM IST

આખરે ઘીના ઠામમાં ઘી: ઇન્ટર્ન તબીબ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વીકારી, હડતાળ સમેટાઇ

* ઇન્ટર્ન તબીબોની માંગણી સરકારે આખરે સ્વિકારી
* GMERS ના 2000 થી વધારે ડોક્ટર્સને મળશે 18000 રૂપિયા
* 12800 ના બદલે CORONA DUTY પેટે વધારે સ્ટાઇપેન્ડ ચુકવાશે
* સ્ટાઇપેન્ડ વધારા સિવાયની તમામ માંગણીઓ સરકારે ફગાવી
* માત્ર આ બેચને જ સ્ટાઇપેન્ડ વધારાનો લાભ મળવા પાત્ર થશે

Dec 19, 2020, 06:04 PM IST

ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. 

Dec 10, 2020, 09:45 PM IST
Injustice Among LRD Male Candidates In Gujarat PT4M53S

LRD ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ, સરકાર માટે હા પાડે તો હાથ કપાય ના પાડે તો નાક કપાય તેવી સ્થિતી

*રાજ્યભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા 
* કલેકટરને ઇચ્છા મૃત્યુની માંગ સાથેનું આવેદનપત્ર
* બી ડિવિઝન પોલીસે 15 થી વધુ LRD પુરુષોને ડિટેન કર્યા

Nov 6, 2020, 08:09 PM IST

સુરતીઓએ 24 કેરેટ સોનામાંથી બનાવી ગોલ્ડન ઘારી, વિદેશમાં છે ખૂબ ડિમાન્ડ

સુરતી લાલાઓ હંમેશા કંઈક નવું કરવામા માને છે, ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ સુરતીઓએ ચંડીપડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીને નવીન રૂપ આપવામાં આવ્યું છે. આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા. જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે.

Oct 29, 2020, 10:52 PM IST

હવે તહેવારમાં નહીં થયા ટિકિટની મારામારી, રેલવે કરી રહ્યું છે આ કામ

જો તમે દશેરા અથવા દિવાળીમાં ઘરે જવાનો પ્લાન કરી રહ્યાં છો, પરંતુ સાથે જ એવું પણ વિચારી રહ્યાં છો કો, ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. તો તમારી ચિંતા રેલવેએ દૂર કરી છે. તહેવારની સિઝનમાં ટ્રેનની વધતી માંગને જોઇ રેલવેએ 200 વધારાની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

Oct 2, 2020, 04:53 PM IST

જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ

* નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આપ્યું આવેદનપત્ર
* NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર
* યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી કરી રજૂઆત
* કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને મળી શકે રાહત
* યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિતમાં કરી રજૂઆતો

Aug 18, 2020, 11:11 PM IST

વડોદરા: કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મીઓની વીમા સાથે કાયમી કરવાની માંગ

વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનમાં કોરોનાના દર્દીઓની ગેસ ચિંતામાં અંતિમ ક્રિયા કરનારા કર્મચારીઓએ વીમા કવચ અથવા પાલિકાના સ્ટાફમાં સમાવવાની માંગ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને માત્ર 9 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. આ પગારમાં પોસાતું નથી. આ ઉપરાંત કોરોનાના ભય વચ્ચે સતત અમારે અંતિમ ક્રિયા કરવાની હોય છે. 

Jul 31, 2020, 10:51 PM IST

સુરત: હીરા બજારનો સમય 10થી 6 કરવાનો અને એક ઘંટી પર 2 લોકોને બેસવાની માંગ

કોરોનાને કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ ઉઠી રહી છે. સાથે જ હીરાના કારખાનામાં પ્રોડક્શન વધારવા માટે 1ના બદલે 2 કારીગરોને બેસવા દેવાની પરવાનગી માંગવામાં આવી રહી છે. 

Jul 27, 2020, 10:41 PM IST

લોકડાઉને તોડી રિક્ષાચાલકોની કમર, હવે તેમની ડિમાન્ડ છે કે...

દેશમાં કોરોના વધી રહેલા આતંકના કારણે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રોજનું કમાઈને જીવન પસાર કરતા વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે.

Mar 30, 2020, 09:49 AM IST

અમદાવાદ: સ્ટેચ્યુ ખાતે 6 મહિનામાં રજવાડાઓનાં મ્યુઝિયમ નહી તો ઉગ્ર આંદોલન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપુત રાજાઓ અને રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ અને સ્ટેચ્યું બને તેવી માંગ રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી છે. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદ યોજીને માંગણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6-6 ફૂટના રાજા રજવાડાના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે છે. કારણ કે તેઓએ પણ દેશ માટે બધુ જ સમર્પિત કરી દીધું હતું. સ્ટેચ્યુની નજીક 6-6 ફૂટના રાજાઓનાં સ્ટેચ્યનું મ્યુઝીયમ બનાવવામાં આવવું જોઇએ. તેઓએ દેશ માટે ન માત્ર પોતાનું સર્વસ્વ પરંતુ પોતાના રજવાડા અને સંપત્તી પણ અર્પણ કરી દીધી. 

Mar 13, 2020, 11:32 PM IST

સુરત: મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નરને સસ્પેંડ કરવાની માંગ, લગાવ્યો વિચિત્ર આરોપ

શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ડી. એન.પટેલ સામે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. આરોપ છે કે મુસ્લિમ સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો જ્યારે CAAના વિરોધમાં કાર્યક્રમની પરવાનગી લેવા ગયા હતા. ત્યારે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલે મુસ્લિમ સમાજના લોકોને બાંગ્લાદેશી અને પાકિસ્તાની કહીને સંબોધ્યા હતા તેવો આક્ષેપ છે. આ ગંભીર આરોપોને લઈ આજે બન્ને સમાજના લોકો આજે પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સુરત જિલ્લા કલેકટર મારફતે સરકારને કરી હતી.

Mar 2, 2020, 11:37 PM IST