ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદી પર ઇડીનો શિકંજો, 329 કરોડની સંપત્તિ જપ્ત
આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીને નીરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ નીરવ મોદીની 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે. જૂનમાં મુંબઇ કોર્ટે 1396 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
ઇડીએ પહેલાં પણ કરી હતી નીલામી
ઇડીએ વર્ષ માર્ચ 2020માં નીરવ મોદીની ઘણી સંપત્તિ જપ્ત કરી હરાજી કરી હતી. તેમાં મોંઘી ગાડીઓ, પેટિંગ્સ, કારો, અને પર્સ સહિત અન્ય ઘણી વસ્તુઓ સામેલ હતી. ઇડીના અનુસાર આ હરાજીથી લગભગ 51 કરોડ મળ્યા હતા.
ભારતના પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી હાલ જેલમાં છે. ભારતની અપીલ પર લંડન પોલીસે પ્રત્યાર્પણ વોરન્ટ જાહેર કર્યા બાદ 19 માર્ચના રોજ ધરપકડ કરી હતી. નીરવ મોદી વિરૂદ્ધ બ્રિટનમાં પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 7 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે