પરેશ ગજેરા

ભાજપનો મોટો ખેલ : આ 3 દિગ્ગજોથી ‘ઓપરેશન પાટીદાર’ સફળ બનાવી શકે છે

હાર્દિક પટેલની ચૂંટણી લડવાની જાહેરાત બાદ અન્ય પાટીદાર આગેવાનોના નામ પણ ચર્ચામાં આવ્યા છે. ભાજપ પાટીદારોને રીઝવવા માટે ત્રણ દિગ્ગજો ટિકીટ આપે તેવી શક્યતા છે. રાજકોટ બેઠક પર પરેશ ગજેરા, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠક માટે સી.કે.પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. 

Mar 20, 2019, 11:26 AM IST
Khodaldham Naresh Patel Big Statement On Politics PT1M52S

ખોડલધામના નરેશ પટેલે કરી 'રાજકારણ' ની વાત...

લોકસભા ચૂંટણી 2019 જાહેર થતાં જ જાણે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ રાજકારણની વાતો કરવા લાગ્યા છે. ખોડલધામના આગેવાન પરેશ ગજેરાએ કરેલી રાજકારણની વાત બાદ બીજા આગેવાન નરેશ પટેલનું પણ 'રાજકારણ' સામે આવ્યું છે. શું કહ્યું? જુઓ વીડિયો

Mar 19, 2019, 05:50 PM IST
If You Go Ahead In Politics Then Only They Will Take Note Of Community PT1M46S

રાજકારણ મામલે નિવેદન કરીને ખોડલધામના ચેરમેન નરેશે પટેલે લીધો યુ ટર્ન

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધોરાજીના એક કાર્યક્રમમાં પાટીદાર યુવાનોને સંબોધતા કહ્યું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઈક પાટીદાર સમાજનો ભાવ પૂછશે. સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલે અચાનક યૂ ટર્ન લીધો છે. ધોરાજીના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાજકારણ વિના આપણી પ્રગતિ પણ નથી અને સમાજને જો આગળ ઈચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. યુવાનોને નરેશ પટેલે કહ્યું કે જે સક્ષમ હોય તે રાજકારણમાં આગળ વધે. સાથે જ નરેશ પટેલે લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા હાકલ કરી.

Mar 19, 2019, 01:20 PM IST

પરેશ ગજેરાનું ચૂંટણીલક્ષી નિવેદન, ‘બંન્ને પક્ષમાંથી ઓફર આવે તો પ્રથમ ચાન્સ હું ભાજપને આપું’

હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ત્યાં રાજકોટ લોકસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટ બેઠક પર ફરી એક વખત ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા છે.

Mar 19, 2019, 12:00 PM IST
Paresh Gajera on Loksabha election 2019 PT1M48S

પરેશ ગજેરાએ લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી સ્પષ્ટતા

ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ભાઈ આવે છે અમરેલીથી, જીતીને લાવશેના સૂત્ર સાથે અને પરેશ ગજેરાની તસવીરો સાથેના પોસ્ટર વાઈરલ થયા છે. ત્યારે પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડે તેવા સંકેત આ પોસ્ટર થકી મળી રહ્યા છે, જોકે, પરેશ ગજેરાએ આ ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી છે.

Feb 6, 2019, 01:15 PM IST

‘ભાઈ આવે છે અમરેલીથી...’ પોસ્ટર વિશે પરેશ ગજેરાએ કરી સ્પષ્ટતા

 ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 

Feb 6, 2019, 01:12 PM IST

પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું, નરેશ પટેલે સંભાળી જવાબદારી

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે જ ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી નરેશ પટેલે ફરી સંભાળી લીધી છે.

Jul 14, 2018, 02:17 PM IST

ખોડલધામના આ મોટા માથા પર હાર્દિકે ફોડ્યું નરેશ પટેલના રાજીનામાનું ઠીકરું

ટ્રસ્ટીઓની સમજાવટ પછી નરેશ પટેલે સમાજના હિતમાં રાજીનામું પરત ખેંચી લીધું હોવાના અહેવાલ 

Apr 4, 2018, 11:25 AM IST