પરેશ ગજેરાનું ચૂંટણીલક્ષી નિવેદન, ‘બંન્ને પક્ષમાંથી ઓફર આવે તો પ્રથમ ચાન્સ હું ભાજપને આપું’

હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ત્યાં રાજકોટ લોકસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટ બેઠક પર ફરી એક વખત ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા છે.
પરેશ ગજેરાનું ચૂંટણીલક્ષી નિવેદન, ‘બંન્ને પક્ષમાંથી ઓફર આવે તો પ્રથમ ચાન્સ હું ભાજપને આપું’

રક્ષિત પંડ્યા/રાજકોટ :હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ત્યાં રાજકોટ લોકસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટ બેઠક પર ફરી એક વખત ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા છે.

શું લખ્યુ છે બેનર્સમાં...
આ બેનરો પરેશ ગજેરાના સમર્થકો દ્વારા લગાવવામાં આવ્યા છે. પરેશ ગજેરાના સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં 50 જેટલા બેનરો લગાવ્યા છે. આ બેનરોમાં પરેશ ગજેરાને યુવા નેતા, પ્રતિભાશાળી અને લોકપ્રિય બતાવવામાં આવ્યા છે. પરેશ ગજેરાને રાજકોટ બેઠક પરથી ટિકિટ આપવાથી પક્ષને કાલાવડ, જૂનાગઢ, અમરેલી, સુરત અને જામનગર વિસ્તારમાં ફાયદો થશે તેવા લખાણ બેનર્સ પર જોવા મળ્યા છે. આ બેનર્સ પરેશ ગજેરાનુ સમર્થન કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા લગાવાયા છે. જેમાં પાટીદાર સમાજ, હિન્દૂ રામસેના અને અખિલ ભારતીય હિન્દૂ યુવા મોરચા સામેલ છે. 

પરેશ ગજેરાએ કર્યા પીએમ મોદીના વખાણ
રાજકોટમાં લાગેલા બેનર બાદ પરેશ ગજેરાએ મીડિયા સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ પક્ષ મજબૂત પક્ષ છે. બંન્ને પક્ષમાંથી મને ઓફર આવે તો, પ્રથમ ચાન્સ હું ભાજપને આપું. સમાજના આગેવાનો અને મિત્રો સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી લડવાની વાત આવે તો રાજકોટથી જ લડવા ઈચ્છા વ્યક્ત કરીશ. મારું જન્મ સ્થળ અને કાર્યસ્થળ રાજકોટ છે, તેથી જે પણ નિર્ણય લઈશ તે રાજકોટ માટે જ લઈશ. 

કોણ છે પરેશ ગજેરા
પરેશ ગજેરા વર્ષ 2000માં કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા. તેઓ ગુજરાતમાં સૌથી નાની વયના કોર્પોરેટર પરેશભાઈ ગજેરા છે. વર્ષ 2001થી નરેશભાઈ પટેલ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2009માં થઈ ત્યારથી પરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયા હતા અને  21 જાન્યુઆરી, 2017માં ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતા. થોડા સમય પહેલા તેમણે ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતું. વર્ષ 2017થી તેઓ ક્રેડાઈના ગુજરાત પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news