બાતમી News

ગોધરાના લીલેસરા પાસે પોલીસ પર તલવાર વડે હુમલો
ગોધરાના લીલેસર પાસે પોલીસ પર તલવાર વડે હુમલો કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. થોડા સમય અગાઉ બાતમી મળી હતી કે ,શહેરના લીલેસરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ૧૧ ગૌવંશ કતલ કરવાના ઇરાદે ઝાડી ઝાંખરામાં ખુલી જગ્યામાં ગોંધી રાખ્યા છે અને અન્ય સ્થળે ખસેડવાની પેરવી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી ૧૧ ગૌવંશ મળી આવતા તમામ ગૌવંશને પરવડી સ્થિત પાંજરાપોળ ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આઇસર છોડાવવા માટે આવેલા અજાણ્યા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત એએસઆઇને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી છે.
Aug 12,2019, 11:43 AM IST

Trending news