બીઆરટીએસ એક્સિડન્ટ

મોટું કન્ફ્યુઝન : એક્ટિવા ચાલકને કોને ટક્કર મારી...ફોર્ચ્યૂનર કારમાં સવાર નબીરાએ કે પછી BRTS બસે...?

અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પાસે BRTSની બસે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. 23 દિવસમાં અમદાવાદમાં BRTSની બસનો આ બીજો અકસ્માત (BRTS Accident) અને ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં અમરાઇવાડીના 35 વર્ષીય જયકુમાર ચૌહાણનું મોત થયું છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીના દાવા પ્રમાણે રાત્રે BRTS બસે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ત્યારે આ અકસ્માત મામલે સૌથી મોટો સવાલ એ છે કે, આ અકસ્માત BRTS બસે સર્જયો કે ફોર્ચ્યૂનર કાર (fortuner car)માં સવાર નબીરાએ... બંને દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું છે કે BRTS બસે ટક્કર મારતાં એક્ટિવાચાલક નીચે પટકાયો હતો. તેના પછી યુવક પરથી એક કાર પસાર થઈ. અમદાવાદ J ડિવિઝન પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. 

Dec 15, 2019, 09:37 AM IST