brts accident

surat people speaks about BRTS accidents PT6M5S

સુરતના મુસાફરોએ ZEE24 કલાકને જણાવી પોતાના મનની વાત...

સુરત શહેરમાં સીટી બસથી થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ZEE24 કલાકની ટીમે સિટી બસમાં મુસાફરો સાથે વાતચીત કરી. જેમાં મુસાફરોએ ટ્રાફિકના નિયમોને કડક કરવા માગ કરી. આવો સાંભળીએ મુસાફરોના મનની વાત... લોકોએ ટ્રાફિકના નિયમો કડક બનાવવા અને બીઆરટીએસ રૂટમાં લોકોની અવરજવર બંધ કરવા માંગ કરી છે.

Jan 3, 2020, 01:40 PM IST

મોટું કન્ફ્યુઝન : એક્ટિવા ચાલકને કોને ટક્કર મારી...ફોર્ચ્યૂનર કારમાં સવાર નબીરાએ કે પછી BRTS બસે...?

અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પાસે BRTSની બસે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. 23 દિવસમાં અમદાવાદમાં BRTSની બસનો આ બીજો અકસ્માત (BRTS Accident) અને ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં અમરાઇવાડીના 35 વર્ષીય જયકુમાર ચૌહાણનું મોત થયું છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીના દાવા પ્રમાણે રાત્રે BRTS બસે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ત્યારે આ અકસ્માત મામલે સૌથી મોટો સવાલ એ છે કે, આ અકસ્માત BRTS બસે સર્જયો કે ફોર્ચ્યૂનર કાર (fortuner car)માં સવાર નબીરાએ... બંને દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું છે કે BRTS બસે ટક્કર મારતાં એક્ટિવાચાલક નીચે પટકાયો હતો. તેના પછી યુવક પરથી એક કાર પસાર થઈ. અમદાવાદ J ડિવિઝન પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. 

Dec 15, 2019, 09:37 AM IST
 dumper hit activa at panjarapole in ahmedabad PT4M47S

અમદાવાદમાં રફ્તારનો કહેર: 20 દિવસમાં અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો

અમદાવાદના પાંજરાપોળ સર્કલ ખાતે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે આવી જતા સ્કૂટર પર સવાર 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે સીસીટીવી અને નજરે જોનારા નાગરિકોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પાંજરાપોળ સર્કલ ખાતે જ બીઆરટીએસ બસની અડફેટે બે ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા. હાલ એક મહિના પણ વિત્યો નથી અને ફરીથી એ જ સર્કલ ખાતે અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Dec 10, 2019, 06:30 PM IST

BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા

ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો (BRTS Accident) બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે. 

Dec 3, 2019, 08:03 AM IST

અધિકારીઓએ ચેકિંગ કર્યું તો, BRTS ડ્રાઈવરોની મોટી પોલ ખૂલી

પાંજરાપોળ ખાતે થયેલા બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માત (BRTS Accident)  બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં દોડધામ મચેલી છે. બીઆરટીએસના જુના તમામ અધિકારીઓની બદલી કરાયા બાદ નવા અધિકારીઓએ બીઆરટીએસના સંચાલન અંગેની જાત તપાસ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત શહેરમાં પથરાયેલા બીઆરટીએસના વિવિધ રૂટ પર અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ છે. જે અતંર્ગત અધિકારીઓને બસના 2 ડ્રાઇવર (BRTS Driver) મોબાઇલ સાથે મળી આવતા તેમને બે દિવસમાં ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. 

Dec 2, 2019, 03:41 PM IST

અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું

પાંજરાપોળ પાસે BRTSની (BRTS Accident) અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલામાં આજે અમદાવાદ (Ahmedabad) પોલીસે સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમ, પોલીસે આ અકસ્માતના સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 

Dec 1, 2019, 11:26 AM IST
Reconstruction Of Ahmedabad BRTS Bus Accident PT3M44S

જીવલેણ બસ: અમદાવાદ BRTS બસ અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન

અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલે પોલીસે ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કરી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. BRTSના અને ટ્રાફિક પોલીસ સાથે રહી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કલમ 304 (અ)નો ઉમેરો કરાયો હતો.

Dec 1, 2019, 11:05 AM IST
System Wake Up After A Panjrapole BRTS Accident PT3M7S

પાંજરાપોળ અકસ્માત બાદ તંત્ર જાગ્યું, BRTS કોરિડોરમાં પ્રેવશ્યા તો લાગશે મોટો દંડ

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે.

Nov 29, 2019, 11:55 AM IST
Bopal ghuma nagapalika will be part AMC PT3M32S

BRTSના અકસ્માતો પર બ્રેક મારવા લેવાયા 5 મહત્વના નિર્ણયો

વારંવારના અકસ્માત બાદ AMC દ્વારા બેઠકમાં BRTSને મુદ્દે પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 1) બસમાં સ્પીડ ગવર્નરથી ઓવર સ્પીડિંગ નહિ થાય. 2) બસ ડ્રાઈવરની તાલીમ વધુ સઘન થશે, ચાલકની વર્તણુક અંગે સુધારો થશે. 3) સીટ બેલ્ટ, બસમાં ફોન વાપરવો, સિગ્નલ ભંગ કરવું વગેરેમાં સુધારો કરવામાં આવશે. જો તેનો અમલ નહિ થાય તો ટ્રાફિક પોલીસના નવા દંડ કરતા 10 ગણી રકમની પેનલ્ટી કોન્ટ્રાકટરને કરવામાં આવશે. 4) સામાન્ય અકસ્માતથી પણ કોન્ટ્રાકટરને મોટો દંડ થશે. 5) આવતા મહિનાથી 44 BRTS રૂટ પર RFID બેરિયર લગાવાશે.

Nov 27, 2019, 02:35 PM IST

વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું

બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માતો (BRTS Accident) ની ઘટનાને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh jadeja) એ અમદાવાદનાં અંજલી ચાર રસ્તાથી લઈને વાળીનાથ ચોક સુધીનાં બીઆરટીએસ કોરીડોરની મુલાકાત લીધી હતી. તેઓ આ તમામ વિસ્તારમાં ફર્યા હતા, અને ખુદ બીરઆરટીએસની પરિસ્થિતિ પર નજર રાખી હતી. 

Nov 26, 2019, 03:54 PM IST

અમદાવાદમાં BRTS બાદ હવે AMTSને અકસ્માત, બાઈકચાલક સાથે ટક્કર

રાજ્યમાં સરકારી બસોને અકસ્માત (BRTS Accident) થવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. રોજેરોજે ક્યાંકથી અકસ્માતોના કિસ્સા સામે આવી રહ્યાં છે. લોકો બીઆરટીએસના ડ્રાઈવરોને વખોડી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં એએમટીએસ (AMTS) બસને આજે અકસ્માત નડ્યો છે. અમદાવાદના કાંકરિયા તળાવ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં એક બાઈક ચાલકને બચાવવા જતા બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાંકરિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને ટ્રાફિક પોલીસ દ્વારા હટાવવામાં આવ્યો હતો. 

Nov 26, 2019, 12:09 PM IST

સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સર્સના હવાલે

રાજ્યમાં બીઆરટીએસ (BRTS Accident) ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ, બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતો (Accident) ને નિવારવા માટે અમદાવાદ BRTS કોરિડોર બાઉન્સરોને હવાલે મૂકાયું છે. બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. ત્યારે આજે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઉભા દેખાયા. જેઓ કોરિડોરમાં આવી રહેલા ખાનગી વાહનોને રોકી રહ્યાં છે. 

Nov 25, 2019, 02:18 PM IST

4 દિવસમાં 4 લોકોના મોત બાદ પણ નથી સુધર્યાં સુરતની સિટી બસના ડ્રાઈવર્સ, આજે કારને ટક્કર મારી

સુરતમાં દિન પ્રતિદિન સિટી બસ ચાલકો બેફામ બન્યા હોઈ તેવું લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસમાં 4 લોકોના અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા છે જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. 4 લોકોના મોત બાદ પણ મનપા દ્વારા સિટી બસની સ્પીડ લિમિટ બાંધવી કે પછી માસ્ટર પ્લાન તૈયાર કરવાની કોઈ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. જેને કારણે લોકોમાં સતત રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે આજે સવારે ફરી એક સિટી બસના અકસ્માતની ઘટના બની હતી. જેમાં સિટી બસ ચાલકે પૂરપાટ ઝડપે આવી પાછળથી કારને ટક્કર મારી હતી. 

Nov 23, 2019, 03:57 PM IST
Reality check of city buses moving around the city PT8M1S

શહેરી વિસ્તારોમાં બે ફામ ભોગ લેતી સીટીબસોનો રિયાલીટી ચેક, જુઓ વીડિયો

રાજ્યનાં બે મોટાં શહેર અમદાવાદ અને સુરતમાં 3 દિવસમાં 4 અકસ્માત (BRTS Accident) સર્જાયા અને તેમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમ છતાં સિટી બસના ડ્રાઈવર બેફામ છે. રાજકોટ (Rajkot) માંથી ફરી એક વાર બેદરકાર બસ ડ્રાઈવરનો સામે આવ્યો છે. રાજકોટ BRTS બસનો ડ્રાઈવર ગીત ગાતાં ગાંતા બસ ચલાવી રહ્યો છે. ચાલુ બસમાં ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો (Video) જોઈ રહ્યો છે. ત્યારે આવી મજા કરતો ડ્રાઈવર રાહદારીઓને ગમ્મે ત્યારે મોતની સજા અપાવી શકે છે. ત્રણ દિવસથી સતત બસ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત હોય પછી અમદાવાદ બેફામ બસ ચાલકોના કારણે રાહદારીઓને જીવ ગુમાવો પડે છે. પરંતુ આવા અકસ્માત કેમ થાય છે તેનું જીવતું જાગતુ ઉદાહરણ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ નફ્ફટ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

Nov 22, 2019, 06:45 PM IST

BRTSના ડ્રાઈવરથી અકસ્માત કેમ થાય છે તેનું જીવતુજાગતુ ઉદાહરણ જુઓ, આ ભાઈ ચાલુ બસે જોઈ રહ્યાં છે Video

રાજ્યનાં બે મોટાં શહેર અમદાવાદ અને સુરતમાં 3 દિવસમાં 4 અકસ્માત (BRTS Accident) સર્જાયા અને તેમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમ છતાં સિટી બસના ડ્રાઈવર બેફામ છે. રાજકોટ (Rajkot) માંથી ફરી એક વાર બેદરકાર બસ ડ્રાઈવરનો સામે આવ્યો છે. રાજકોટ BRTS બસનો ડ્રાઈવર ગીત ગાતાં ગાંતા બસ ચલાવી રહ્યો છે. ચાલુ બસમાં ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો (Video) જોઈ રહ્યો છે. ત્યારે આવી મજા કરતો ડ્રાઈવર રાહદારીઓને ગમ્મે ત્યારે મોતની સજા અપાવી શકે છે. ત્રણ દિવસથી સતત બસ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત હોય પછી અમદાવાદ બેફામ બસ ચાલકોના કારણે રાહદારીઓને જીવ ગુમાવો પડે છે. પરંતુ આવા અકસ્માત કેમ થાય છે તેનું જીવતું જાગતુ ઉદાહરણ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ નફ્ફટ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

Nov 22, 2019, 04:35 PM IST

NSUIનું આજે BRTS બંધનું એલાન : રસ્તે દોડતી બસો અટકાવી, નોકરીએ નીકળેલા મુસાફરો અટવાયા

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસ અને બાઈક ચાલક વચ્ચે થયેલા અકસ્માત (BRTS Accident) બાદ NSUI દ્વારા આજે 22 નવેમ્બરે અમદાવાદમાં BRTS બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે આજે શહેરમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, એનએસયુઆઈ દ્વારા રસ્તે દોડતી બીઆરટીએસ બસોને બંધ કરાવવામાં આવી રહી છે.

Nov 22, 2019, 10:57 AM IST

BRTS Accidentમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.

Nov 22, 2019, 08:34 AM IST
Congress Strongly Protests Over BRTS Accident Near Panjarapol At Ahmedabad PT36M17S

BRTS અમકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, AMC ઓફિસ ફેરવાયું પોલીસ છાવણીમાં

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. AMC ખાતે કોંગ્રેસે સાશકો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસના નેતાઓએ મેયરની ગેરહાજરીમાં કારોબારી ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું. મૃતકોના પરિવારને રૂ.10-10 લાખ આપવાની માંગ કરી હતી. કોન્ટ્રાકટર સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી.

Nov 21, 2019, 07:00 PM IST
Big Question Against CCTV Footage Submitted By AMC Of Ahmedabad BRTS Accident PT4M49S

અમદાવાદ BRTS અકસ્માતના AMCએ રજૂ કરેલાં CCTV ફૂટેજ સામે મોટો પ્રશ્નાર્થ

અમદાવાદ (Ahmedabad)માં આજે સર્જાયેલા બીઆરટીએસ અકસ્માત (BRTS Accident)ના એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સીસીટીવી (CCTV)ને લઇને મોટો પ્રશ્નોર્થ ઉભો થઇ રહ્યો છે.

Nov 21, 2019, 05:10 PM IST
Amul Bhatt Chairman Of AMC Standing Committee Says Accident Is A Natural Process PT5M4S

AMC સ્ટેન્ડિંગ કમિટના ચેરમેનનો બફાટ, જુઓ શું કહ્યું અમૂલ ભટ્ટે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા.

Nov 21, 2019, 04:45 PM IST