બ્લેક લિસ્ટ

પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનું કાઉન્ટડાઉન શરૂ, હાફિઝ સઈદની સજા સહારો

પેરિસમાં FATFની બેઠક શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. પાકિસ્તાન પર બ્લેકલિસ્ટ થવાની તલવાર લટકી રહી છે. હાફિઝ મોહમ્મદ સઈદની સજા બાદ ઇમરાન ખાનને આશા છે કે તેના દેશને રાહત મળશે. 

Feb 18, 2020, 06:37 PM IST

Blacklist થઇ શકે છે તમારો મોબાઇલ નંબર, ભૂલથી પણ ન કરો આવો કોલ

મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ મોબાઇલ ફોન તો તમારો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારા પર્સનલથી કોમર્શિયલ કોલ કરશો તો ટેલિકોમ વિભાગ તમારા નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આ ઉપરાંત પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ મેસેજ મોકલનાર યૂઝર્સને નંબરને પણ બંધ કરી દેવામાં આવશે. 

Feb 14, 2020, 05:13 PM IST

પાકિસ્તાન માટે નિર્ણાયક ઘડી, FATF બ્લેક લિસ્ટ કરશે કે ગ્રે લિસ્ટમાં રહેશે? આજે જાહેર થશે

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં આજે પાકિસ્તાન પર નિર્ણય લેવાશે. ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ કેસ સંબંધિત ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ સાબિત ગયેલા પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાનો જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ચીન, તુર્કી, અને મલેશિયાના સપોર્ટના કારણે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જળવાઈ રહે તેવી શક્યતા વધુ છે. 

Oct 18, 2019, 09:58 AM IST

પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવું કે નહીં તે આજે નક્કી થશે, FATFની બેઠકમાં લેવાશે નિર્ણય

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન  ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે સૂચિમાં રાખવા માટે મતદાન થાય તેની સંભાવના વધુ છે. એફએટીએફ આતંકવાદને ફંડિંગ તથા મની લોન્ડરિંગ પર નિગરાણી કરતી વૈશ્વિક સંસ્થા છે. 

Oct 14, 2019, 08:56 AM IST

ઉઈગર મુસ્લિમો પર અત્યાર મુદ્દે US આકરા પાણીએ, ચીનની 28 સંસ્થાઓને કરી બ્લેક લિસ્ટ

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનના અશાંત વિસ્તાર શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવા તથા તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા બદલ ચીનની 28 સંસ્થાઓને સોમવારે બ્લેક લિસ્ટમાં નાખી.

Oct 8, 2019, 02:18 PM IST

1994માં મસૂદ અઝહર વલી અદમ ઈસા બનીને ભારતમાં ઘૂસ્યો, શંકા જતા બની ગયો 'ગુજરાતી'

પુલવામા આતંકી હુમલા માટે જવાબદાર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવાયો છે. જેની પાછળ ભારતની નિર્ણાયક ભૂમિકા રહી છે. હકીકતમાં ભારતે જે પુરાવા આતંરરાષ્ટ્રીય સમુદાયને સોંપ્યા તેના આધારે જ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી શકાયો. 

May 2, 2019, 11:08 AM IST

ભારતના આ 3 'ખાસ મિત્રો'ની જબરદસ્ત ધાક ધમકી...અને મસૂદ મુદ્દે ચીન ઘૂંટણિયે પડ્યું

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણને જોતા ફ્રાન્સ, અને બ્રિટનના સમર્થનમાં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજુ કર્યો હતો. હકીકતમાં ચીન પર આ અંગે ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ હતું અને ખાસ કરીને અમેરિકાનું અસહ્ય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ શાખામાં રાજનયિકોની એવી ચેતવણી હતી કે જો ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં અડિંગો જમાવવાનું ચાલુ રાખ્યું તો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશો અન્ય કાર્યવાહી કરવા માટે મજબુર થશે.

May 2, 2019, 10:39 AM IST

મસૂદ અઝહર 'વૈશ્વિક આતંકી' જાહેર થતા મનમોહન સિંહ થઈ ગયા ખુશ, જાણો શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત મનાઈ રહી છે.

May 2, 2019, 10:11 AM IST

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાને બુધવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધોને 'તત્કાળ લાગુ' કરશે .

May 2, 2019, 07:59 AM IST
China rejects proposal to declare Masood a terrorist PT1M1S

મસૂદને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને લગાવી રોક

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયતને ફટકો પડ્યો છે કારણ કે ચીને વીટો વાપરીને અડીંગો લગવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની '1267 અલ કાયદા સેંક્શન્સ કમિટી' હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ 27 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજુ કર્યો હતો.

Mar 14, 2019, 12:10 PM IST

1267નો એ અંક, જેની આડમાં ચીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા બચાવ્યો, જાણો મહત્વની વાતો 

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયતને ફટકો પડ્યો છે  કારણ કે ચીને વીટો વાપરીને અડીંગો લગવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની '1267 અલ કાયદા સેંક્શન્સ કમિટી' હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ 27 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજુ  કર્યો હતો. 

Mar 14, 2019, 08:59 AM IST
US, UK, France ask UN to blacklist Jaish-e-Mohammed chief Masood Azhar PT1M35S

જૈશના ચીફ આતંકી મસૂદને બ્લેક લિસ્ટ કરવા UNSCમાં રજુ થયો પ્રસ્તાવ

પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદ ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે તેને પ્રતિબંધિત સૂચિમાં નાખવા માટેનો પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં રજુ કર્યો.

Feb 28, 2019, 10:20 AM IST