પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવું કે નહીં તે આજે નક્કી થશે, FATFની બેઠકમાં લેવાશે નિર્ણય

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન  ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે સૂચિમાં રાખવા માટે મતદાન થાય તેની સંભાવના વધુ છે. એફએટીએફ આતંકવાદને ફંડિંગ તથા મની લોન્ડરિંગ પર નિગરાણી કરતી વૈશ્વિક સંસ્થા છે. 
પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવું કે નહીં તે આજે નક્કી થશે, FATFની બેઠકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી: પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન  ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે સૂચિમાં રાખવા માટે મતદાન થાય તેની સંભાવના વધુ છે. એફએટીએફ આતંકવાદને ફંડિંગ તથા મની લોન્ડરિંગ પર નિગરાણી કરતી વૈશ્વિક સંસ્થા છે. 

જો કે એશિયા પેસિફિખ ગ્રુપ (એપીજી) પેટા સમૂહે ભલામણ કરી છે કે પાકિસ્તાનના આતંકી ફંડિંગને પહોંચી વળવાના ઉપાયો પર તેના ખરાબ પગલાંના કારણે તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી શકે છે પરંતુ એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે સૂચિમાં જ રાખવામાં આવે તેની સંભાવના વધુ છે. 

એફએટીએફનું નેતૃત્વ હાલ ચીન કરી રહ્યું છે અને મલેશિયા, તુર્કીની સાથે સાઉદી અરબ પણ તેના સભ્યો છે. ચીન મલેશિયા તથા તુર્કી દ્વારા પોતાના નીકટના મિત્ર પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની વિરુદ્ધમાં મતદાન કરે તેની સંભાવના વધુ છે.

પાકિસ્તાન મામલે એક્સપર્ટ જયકુમાર શર્માએ કહ્યું કે એપીજીએ ભલામણ કરી છે કે પાકિસ્તાનને ગ્રેમાંથી બ્લેક સૂચિમાં નાખવામાં આવે. પરંતુ એપીજીને તેને અમલમાં મૂકવાનો અધિકાર નથી. પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનો અધિકાર એફએટીએફ પાસે છે. 

જુઓ LIVE TV

એફએટીએફમાં કોઈ પણ દેશને બ્લેક લિસ્ટ કરતા રોકવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશોના મત હોવા જરૂરી છે. ચીન, મલેશિયા અને તુર્કી હોવાથી પાકિસ્તાન બ્લેક લિસ્ટ થતા બચે તેવી પૂરેપૂરી સંભાવના છે આથી તે ગ્રે લિસ્ટમાં જ રહે તેવું લાગે છે. 

જો કે ગ્રે લિસ્ટમાં હોવાના કારણે પણ પાકિસ્તાનને ઘણુ નુકસાન થશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ગત એપ્રિલમાં કહ્યું હતું કે પાકિસ્તાન જો ગ્રે સૂચિમાં રહેશે તો તેને દસ અબજ ડોલરનું વાર્ષિક નુકસાન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news