મોઢવાડીયા News

સોમા ગાંડાનું Sting Viral: ભાજપ નાણા પૈસા આપી ધારાસભ્યો ખરીદતા હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બોમ્બ ફેંકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લીંબડી બેઠકનાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા વિવાદિત નિવેદન આપતા જોઇ શકાય છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે. સ્ટિંગ ઓપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઇ અજાણ્યા વ્યક્તિ સામે હિંદીમાં વાત કરી રહ્યા છે. ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ખરીદ વેચાણના ગંભીર આક્ષેપો કર્યા છે. 
Nov 1,2020, 17:15 PM IST

Trending news