July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો

July 2024: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. 

July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો

July 2024: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરે તે સામાન્ય છે. પરંતુ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. 

આ મહિનાથી ચાતુર્માસ પણ શરૂ થઈ જશે અને ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જશે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા શરૂ થાય ત્યારે ભગવાન શિવ પૃથ્વી લોક પર વાસ કરે છે. તેથી આ મહિના શિવ ભગવાનની પૂજા કરવા માટે શુભ ગણાય છે. 

જુલાઈ મહિનામાં 4 ગ્રહોનું રાશિ પરિવર્તન 

જુલાઈ મહિનામાં થનાર ગ્રહોના રાશિ પરિવર્તનની વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે કે 6 જુલાઈએ શુક્ર ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે. બીજા જ દિવસે શુક્ર કર્ક રાશિમાં ઉદય થશે. 12 જુલાઈ એ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલાથી જ ગુરુ બિરાજમાન છે તેથી મંગળ અને ગુરુની યુતિ પણ જુલાઈ મહિનામાં સર્જાશે. ત્યાર પછી ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં પહેલાથી જ બુધ અને શુક્ર હશે જેથી બુધ, શુક્ર અને સૂર્યને યુતિ સર્જાશે. ત્યાર પછી 19 જુલાઈએ બુધ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે. 

કઈ રાશિના લોકોએ જુલાઈ મહિનામાં રહેવું સાવધાન 

કર્ક રાશિ

ખર્ચા પર નિયંત્રણ રાખવું. આવક કરતા વધારે ખર્ચ ન કરો. કાર્ય સ્થળ પર સમસ્યા થઈ શકે છે. પારિવારિક જીવનમાં પણ ચિંતા વધી શકે છે. માનસિક રીતે મજબૂત રહો. નકારાત્મક વિચાર કરવાથી બચો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકો સહકર્મીઓથી એલર્ટ રહે. ઓફિસમાં રાજકારણનો શિકાર થઈ શકો છો. વેપારી વર્ગને આર્થિક નુકસાન થઈ શકે છે. શુભ અને માંગલિક કાર્યોમાં સમસ્યા આવી શકે છે. ધન સંબંધિત વ્યવહાર કરવાનું ટાળવું. 

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના લોકોને પરેશાની થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે. આ મહિનામાં કોઈ મોટી ડિલ કરવાનું ટાળવું આર્થિક નુકસાન થઈ શકે છે. નજીકના મિત્રો સાથે પણ અંગત વાતો શેર ન કરો. 

મીન રાશિ 

કાર્ય સ્થળ પર કાર્યનું ભારણ વધારે રહેશે. અધિકારી કામમાં અડચણ લાવી શકે છે. વેપારી વર્ગને નુકસાન સહન કરવું પડી શકે છે તેથી સાવધાન રહેવું. બાળકોની બાબતમાં જીવનસાથીની સલાહ લઈને નિર્ણય લેવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news