વાવણી

ગુજરાતમાં 57 ટકા વરસાદથી ખેડૂતોમાં ખુશી, વાવણીમાં થયો વધારો

ગુજરાતમાં કુલ વરસાદનો 57 ટકા વરસાદ આજદિન સુધી થયો છે જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં પાછળથી થઈ રહેલા સારા વરસાદના કારણે અને સિંચાઇ માટે ઉપલબ્ધ પાણી ન કારણે ખેડૂતોએ વાવણીમાં જોતરાયા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 91 ટકા વાવણી થઈ ચૂકી છે. મગફળી તલ સહિત તેલીબિયાં પાકમાં 100 ટકા કરતા વધુ વાવણી થઈ ચૂકી છે.

Aug 11, 2020, 03:44 PM IST

ક્યાંક અનરાધાર, તો ક્યાંક કોરુંકટ... 15 જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો આંકડાથી

ગુજરાતના ખેડૂતો પર કુદરત મહેરબાન છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચોમાસાની પહેલી પાળીમાં જ ખેડૂતો ખુશખુશાલ છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો યોગ્ય સમયે વાવણી કરી શક્યા છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી વરસેલા વરસાદ પર એક નજર કરીએ.... 

Jul 16, 2020, 10:00 AM IST

સારા સમાચાર, રાજ્યમા સારા વરસાદ સાથે ખેડૂતોએ મબલખ વાવણી કરી

રાજ્યમા સાર્વત્રિક વરસાદ થતા સારી ખેતીની આશા બંધાઈ છે. રાજ્યમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. રાજ્યમા ખેડૂતોમા સારા વરસાદના કઠોળ, બાજરી, મકાઈ, કઠોળ, મગફળી અને કપાસમાં સારા ઉત્પાદનની આશા બંધાઈ છે. જોકે રાજ્યમા ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ખેડૂતોમા ચિંતા વધી છે.

Jul 14, 2020, 02:39 PM IST
Farmers start planting Ravipak in Kutch PT2M51S

કચ્છમાં ખેડૂતોએ શરૂ કરી રવિપાકની વાવણી, જુઓ વીડિયો

કચ્છમાં ખેડૂતોએ શરૂ કરી રવિપાકની વાવણી, જુઓ વીડિયો

Dec 2, 2019, 10:45 PM IST

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, વરસાદથી ધારીમાં એક દિપડાનું મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ હાવામાનમાં બદલાવ આવતા પવન સાથે વરસાદ શરૂ આવ્યો હતો. ત્યારે ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે. 

Jul 3, 2019, 09:06 PM IST

સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે. 

Jun 30, 2019, 04:50 PM IST

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછુ થવાની સાથે રાજ્યમાં ચોમાસુનું આગમન થઇ ગયું હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.

Jun 22, 2019, 08:50 PM IST

રાજ્યમાં વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન

રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તમામ જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદનું આગમન થઈ ગયું છે. 

 

Jul 4, 2018, 04:50 PM IST