સમાજ સેવા

અમદાવાદ: 20 વર્ષોથી મફતમાં દર્દીઓની સારવાર આપે છે આ મહિલા ડોક્ટર

વિશ્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલાઓએ એક ખાસ મુકામ અને આગવી ઓળખ હાંસિલ કરી છે. ત્યારે આજે એક એવી 65 વર્ષીય મહિલાએ પોતાના ડેન્ટલ સર્જન તરીકેના વ્યવસાયને માત્ર કમાવવા માટે જ નહીં પરંતુ સમાજસેવા માટે કામે લગાડી દીધો. આ મહિલાનું નામ છે ડોક્ટર પ્રતિભા આઠવલે. મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજમાંથી 1977માં ડેન્ટલ સર્જન બનેલા એવા પ્રતિભા આઠવલે માત્ર સમાદ જ સેવા કરે છે.

Jul 22, 2019, 09:30 PM IST

20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય

શહેરની એક એવી મહિલા જેમને આંખે ઓછુ દેખાતું હોવા છતાં તેઓ યુવાનો અને સમાજ માટે કામ કરી રહ્યા છે. માત્ર 20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં સામાજિક કાર્યકર લીના ઠકકર યુવાનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરે છે. વડોદરાના સુભાનપુરામાં રહેતા અને હેલ્ધી કેમ્પસ એનજીઓ ચલાવતા લીના ઠકકર યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. 
 

Mar 12, 2019, 10:01 PM IST

દીકરાના મોતની વેદના ભુલાવવા તન્ના દંપતિએ શરૂ કર્યું અનોખું કાર્ય

જ્યારે માબાપ પોતાના એકના દીકરાને ખોઈ નાખે છે. ત્યારે તેઓ દુઃખના સાગરમાં ડૂબી જાય છે. પણ, આપણી સામે આવે પણ માબાપનો દાખલો છે જેઓ દુઃખના સાગરમાં ડૂબાવને બદલે આ દુઃખનો દરિયો પાર કરીને આગળ વધે છે. મુલૂંડમાં રહેતા તન્ના દંપતી આવોજ દુઃખનો સાગર પારી કરીને પોતાના દીકરા નિમેષ તન્નાના નામે એક ચેરીટેબલ ટ્રસ્ટ ખોલ્યું છે. આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર તેઓ જરૂરતમંદ વરિષ્ઠ નાગરિકોને એક સમયનું જમવાનું પૂરું પાડે છે.  

Apr 30, 2018, 03:06 PM IST