અમદાવાદ: 20 વર્ષોથી મફતમાં દર્દીઓની સારવાર આપે છે આ મહિલા ડોક્ટર

વિશ્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલાઓએ એક ખાસ મુકામ અને આગવી ઓળખ હાંસિલ કરી છે. ત્યારે આજે એક એવી 65 વર્ષીય મહિલાએ પોતાના ડેન્ટલ સર્જન તરીકેના વ્યવસાયને માત્ર કમાવવા માટે જ નહીં પરંતુ સમાજસેવા માટે કામે લગાડી દીધો. આ મહિલાનું નામ છે ડોક્ટર પ્રતિભા આઠવલે. મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજમાંથી 1977માં ડેન્ટલ સર્જન બનેલા એવા પ્રતિભા આઠવલે માત્ર સમાદ જ સેવા કરે છે.

અમદાવાદ: 20 વર્ષોથી મફતમાં દર્દીઓની સારવાર આપે છે આ મહિલા ડોક્ટર

અતુલ તિવારી/અમદાવાદ : વિશ્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલાઓએ એક ખાસ મુકામ અને આગવી ઓળખ હાંસિલ કરી છે. ત્યારે આજે એક એવી 65 વર્ષીય મહિલાએ પોતાના ડેન્ટલ સર્જન તરીકેના વ્યવસાયને માત્ર કમાવવા માટે જ નહીં પરંતુ સમાજસેવા માટે કામે લગાડી દીધો. આ મહિલાનું નામ છે ડોક્ટર પ્રતિભા આઠવલે. મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજમાંથી 1977માં ડેન્ટલ સર્જન બનેલા એવા પ્રતિભા આઠવલે માત્ર સમાદ જ સેવા કરે છે.

આપણી આસપાસમાં અનેક લોકો સમાજ સેવા કરતા જોવા મળતા હોય છે. કેટલાક લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં જ નહીં પરંતુ અન્ય રાજ્ય સુધીના વિસ્તારોમાં લોકો માટે સમાજસેવા કરીને જીવન સમર્પિત કરે છે પરંતુ એવા લોકો જોવા જોવા મળે છે જે દિવાળીની રજાઓમાં પોતાના પરિવારજનોથી દુર કે અન્ય શહેરમાં નહિ પણ દેશના સિમાડાના રાજ્યોમાં જઈને સમાજ સેવા કરે છે. વ્યવસાયે ડેન્ટલ સર્જન એવા પ્રતિભા આઠવલે 1980થી અમદાવાદ ખાતે પ્રેક્ટીસ કરી રહ્યા છે. 

અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ થયા ગુમ

પરંતુ દેશના બોર્ડર વિસ્તાર કે જ્યાં આતંકવાદ અને નક્સલવાદ સૌથી મોટો પ્રશ્ન છે. જે રાજ્યો સુધી તમામ મેડીકલ સુવિધાઓ પહોંચી શકી નથી ત્યાં ડોક્ટર પ્રતિભા આઠવલે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ જાતની ફીસ લીધા વગર ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને નાગાલેંડ જેવા રાજ્યોમાં જઈ દર વર્ષે ની:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. છેલ્લાં 3 વર્ષથી તો ભારતીય સેનાની મદદથી કાશ્મીરના અંતરિયાળ વિસ્તાર જે ખુબ જ સેન્સેટીવ વિસ્તાર કહેવાય છે એવા બારામુલ્લા, પુલવામાં અને ‘ઉરી’ સેક્ટરમાં પણ ડેન્ટલ કેમ્પનું આયોજન કરી રહ્યા છે.

સુરત: રૂપિયા માટે યુવાનની હત્યા કરી હાથ-પગ બાંધી કેનાલમાં ફેંક્યો, 3ની ધરપકડ

એક ડોક્ટર તરીકે પ્રતિભા આઠવલેને નોર્થ ઈસ્ટ તેમજ કાશ્મીરમાં સમાજસેવા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેના વિશે વાત કરતા ડોક્ટર પ્રતિભા આઠવલે જણાવે છે કે, તેઓ કૈલાસ માનસરોવર ખાતે ટ્રેકિંગમાં ગયા હતા જ્યાં -20 ડીગ્રી તાપમાનની વચ્ચે રાત્રીના 11 વાગ્યે એક ડોક્ટર હોવાને નાતે તેમને જગાડવામાં આવ્યા અને એક ગર્ભવતી મહિલાને તકલીફ હોવાને કારણે તેની સારવાર કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે એકાદ કિલોમીટર દુર તે મહિલા પાસે ચાલતા ચાલતા પહોંચ્યા બાદ એક ડોક્ટર હોવાના નાતે અને મારી ફરજના ભાગરૂપે તે મહિલાને સારવાર આપી અને બીજા દિવસે તે મહિલાના પતિએ મારી પાસે આવીને તેના પત્નીને આપેલી સારવાર બદલ આભાર વ્યક્ત કર્યો. 

તે સમયે એક ડોક્ટર હોવાને નાતે શું સમસ્યાઓ નોર્થ ઇસ્ટ અને પહાડી વિસ્તારના વસવાટ કરતા લોકો અનુભવે છે તે સમજવાનો અવસર મળ્યો ત્યારબાદથી દિવાળીની રજાઓ અને વર્ષના બીજા કેટલાક દિવસો ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, કાશ્મીર જેવા રાજ્યોમાં ફાળવવાનો નિર્ણય કર્યો હતો. નોર્થ ઈસ્ટના રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને નાગાલેંડ જેવા રાજ્યોમાં ડેન્ટલ સર્જન તરીકે પહોંચતા પહેલા ડોક્ટર પ્રતિભા આઠવલે જરૂરી દવાઓ મોકલી દેતા હોય છે.

મેઘરાજાને રીઝવવા બનાસ ડેરીએ કર્યો પર્જન્ય યજ્ઞ, 21 લાખ છોડ વાવેતરનો કર્યો સંકલ્પ

છેલ્લા 35 વર્ષથી હિમાલય અને માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની સફર કરનાર અને નોર્થ ઈસ્ટના અનેક રાજ્યો તેમજ કાશ્મીરમાં મહિલાઓ માટે કામ કરનાર ડોક્ટર પ્રતિભા આઠવલેએ મહિલાઓને લગતી અનેક સમસ્યાઓ જોઈ સાથે જ અનુભવી છે. મહિલાઓ અને બાળકીઓના મુખ્ય પ્રશ્ન એવો પીરીયડ્સમાં ઉપયોગી એવા સેનેટ્રી પેડ્સ બનાવાનું શરુ કર્યું છે. માત્ર 6000 રૂપિયાની નજીવી કીમતમાં સેનેટ્રી પેડ્સ બનવાનું સ્યુટકેસ મોડલ મશીન એસેમ્બલ કરીને દેશના વિવિધ રાજ્યોમાં અનેક સંસ્થાનોમાં ખાસ કરીને ગર્લ્સ કોલેજ, વિદ્યાલયો અને અનાથ આશ્રમો સુધી પહોંચાડ્યું સેનેટરી પેડ્સ બનાવવાના મશીનની સાથે સાથે તેને ડીસ્ટ્રોય કરવા માટેની પણ વ્યવસ્થા કરી આપી હતી.

જુઓ LIVE TV:

ડોક્ટર પ્રતિભા આઠવલે બે દીકરીઓની માતા પણ છે પરંતુ સમયાન્તરે તેમને તેમના પરિવાર તરફથી પણ જરૂરી સહકાર સાંપડતો રહ્યો હતો. સમાજસેવાની સાથે સાથે તેમણે પુસ્તક પણ લખ્યા.તેમણે લખેલા પુસ્તકને રૂપિયા 1 લાખનું ઈનામ અને પારિતોષિતથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો સાથે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news