સ્વામીનારાયણ ગાદી સંસ્થાન

PPE કીટ પહેરીને પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા છે. પૂજ્ય સ્વામી કોરોના સંક્રમિત હોવાથી તેઓના કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તમામ સંતોએ PPE કીટ પહેર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂજ્ય પુરુષોત્તમદાસજીના નિધન વિશે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સ્વામીજીના નિધનથી દેશવિદેશમાં તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાખો કરોડો હરિભક્તોએ ઓનલાઈન તેમની અંતિમવિધિ નિહાળી હતી. 

Jul 16, 2020, 10:49 AM IST

ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન

ઉઘડતા પ્રભાતે શોકમગ્ન કરતા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરષોત્તમપ્રિયદાસજીનું દેહાવસાન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 18 દિવસથી સતત સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે ઘોડાસર સ્મૃતિમંદિરમાં તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી ફેલાયેલા છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી  અંતિમ દર્શન કરવા માટે https://www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો છે.

Jul 16, 2020, 07:41 AM IST

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને મોટા સમાચાર, જીતેન્દ્રિયપ્રિયદાસજી નવા ગાદીપતી નિમાયા

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની આખરે નિમણૂંક કરવામાં આવી છે. નવા ગાદીપતિ તરીકે શાસ્ત્રી સદગુરુ જીતેન્દ્રિયપ્રિયદાસજીની નિમણૂંક કરાઈ છે. મંદિર ખાતે સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં નવા ગાદીપતી માટે નિર્ણય લેવાયો છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની હાલત અતિગંભીર હોવાથી તેઓ હજી પણ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેથી નવા ગાદીપતિની નિમણૂંક કરવાની ફરજ પડી હતી. 

Jul 12, 2020, 04:17 PM IST

ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 45 ટકા રિકવરી આવી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં 50 ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે, ભરતસિંહ સોલંકી હાલ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને 50થી 55 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે. 

Jul 11, 2020, 04:16 PM IST

ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત કથળી, મુંબઈથી તબીબ બોલાવાયા

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને ગઈકાલથી વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. 

Jul 10, 2020, 09:57 AM IST

અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત

અમદાવાદમાં કોરોના પ્રસરી રહ્યો છે, પણ થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા છે. 

Jul 1, 2020, 11:56 AM IST