હેન્ડ સેનિટાઇઝર

હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Jul 29, 2020, 12:29 PM IST

Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

કોરોના સંકટ (Corona virus) કાળમાં અફવાઓનો દોર ચાલ્યા જ કરે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક મેસેજ અનુસાર સેનિટાઇઝર (Hand sanitizer) ના સતત ઉપયોગથી કેન્સર અને ત્વચા સંબંધિત રોગ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે સેનિટાઇઝર મુદ્દે થઇ રહેલા આ દાવાનું સત્ય (PIB) ની ફેક્ટ ચેક ટીમે તપાસ્યું હતું.

Jun 2, 2020, 09:52 PM IST

કોરોનાને નાથવાનો ઉપાય મળી ગયો? આયુર્વેદિક સેનિટાઇઝર અને ધૂપથી રોગને ભગાડો ચપટીમાં

કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની અગ્રણી ઇન્સિટ્યુટના ફાર્મસી કેમ્પસના ડાયરેક્ટરે હર્બલ સેનીટાઇઝર બનાવ્યું છે. સાથે સાથે એક ધૂપ પણ બનાવ્યો છે, જેનાથી આખો રૂમ સેનિટાઈઝ થઈ જતો હોવાનો દાવો આ પ્રોફેસર એ કર્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારત દેશ પણ કોરોનાની દહેશતમાંથી બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Mar 21, 2020, 05:56 PM IST