1078 recovered

GUJARAT CORONA UPDATE: નવા 1152 દર્દી, 1078 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 1152 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1078 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,69,936 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.31 ટકા થઇ ચુક્યો છે. 

Nov 13, 2020, 07:16 PM IST