15 મેના સમાચાર News

ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ : 24 કલાકમાં 340 લોકો પોઝિટિવ, કુલ આંકડો 9932 પહોંચ્ય
May 15,2020, 20:40 PM IST
કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો
કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 
May 15,2020, 19:52 PM IST
ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા
May 15,2020, 18:55 PM IST
કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા
લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
May 15,2020, 18:15 PM IST
આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસશે, ગાંધીનગરમાં બેઠકમા એક્શન પ્લાન તૈયાર કરાયો
રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્ર અને મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સંપૂર્ણ સામાજિક અંતર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ મૂકીમે જણાવ્યું કે, હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવે જરૂરી સૂચનો કર્યા હતા. 
May 15,2020, 16:14 PM IST

Trending news