fishermen

ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે

* પોરબંદર સહિત ગુજરાતમાં માછીમારી સીઝનનો થયો પ્રારંભ
* ડીઝલમાં થયો કમર તોડ ભાવ વધારો
* 1 મોટી બોટમા વાર્ષિક 36 હજાર લીટર ડીઝલનો વપરાશ
* પોરબંદરમા નાની-મોટી 5 હજાર જેટલી બોટ
* ગુજરાતમાં નાની-મોટી 25 હજાર બોટ  
* સમગ્ર ગુજરાતની બોટોમાં વાર્ષિક 19 કરોડ લીટર ડીઝલનો વપરાશ

Sep 7, 2021, 09:20 PM IST

વેક્સીન નહિ તો માછીમારી પણ નહિ, નિયમોને કારણે અટવાયા વલસાડના માછીમારો

  • કોરોના બાદ માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. માછીમારોને માછીમારી કરવા દરિયામાં જવું હોય તો રસીકરણ ખૂબ જ જરૂરી છે
  • માછીમારો રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર અનેક વખત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ જથ્થાના અભાવને રસી ઉપલબ્ધ નથી થઈ

Jul 11, 2021, 12:41 PM IST

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે

Jun 23, 2021, 07:25 PM IST

સરકાર સામે પડ્યા મંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી

  • ભાજપના જ મંત્રીએ સરકાર પર આક્ષેપો કર્યાં, સરકાર બધી વાતો જ કરે છે. જેટલુ પહોચવુ જોઈએ તેટલુ પહોંચ્યુ નથી
  • રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી

Jun 22, 2021, 03:20 PM IST

તૌકતેનો વિચિત્ર સર્વે! કેન્દ્રીય ટીમે ખેડૂત માછીમારો સાથે મુલાકાત વગર જ ચાલતી પકડી

ગુજરાતનાં તૌકતે પ્રભાવિત વિસ્તારનાં સર્વે માટે દિલ્હીથી આવેલા કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યો કોઇ માછીમાર આગેવાનો કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઇ ગઇ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરૂરી માહિતી એકઠી કરી હતી.

May 28, 2021, 04:22 PM IST

વાવાઝોડાના વિનાશમાંથી ક્યારે બેઠુ થશે અમરેલી, સૌથી વધુ નુકસાન માછીમારોને થયું

તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે. તેમાં પણ જાફરાબાદ અને રાજુલાના લોકો બે દિવસ બાદ પણ બેઠા થયા નથી. જાફરાબાદમાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીમા અંદાજિત 200 જેટલી બોટમાં નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આ આફત સામે સાગર ખેડુઓને સરકાર સહાય ચૂકવે તેવી તેઓએને આશા છે. 

May 20, 2021, 07:49 AM IST

Video: ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર રાજકીય સંગ્રામ વચ્ચે રાહુલ ગાંધીનો એક વીડિયો આવ્યો સામે

એકબાજુ જ્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર દેશમાં રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે ત્યાં બીજી બાજુ કેરળ પહોંચેલા કોંગ્રેસ (Congress) ના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલ્લમમાં માછીમારો સાથે સમુદ્રમાં ડુબકી લગાવી અને સ્વિમિંગની મજા માણી

Feb 25, 2021, 08:22 AM IST

Porbandar: ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી અરબી સમુદ્રમાં છોડવાના નિર્ણયનો માછીમાર સમાજે નોંધાવ્યો વિરોધ

યોજનાના વિરોધમાં પોરબંદરના માછીમાર આગેવાન અને નેશનલ ફીશ ફોરમ વર્કસના સેક્રેટરી મનીષ લોઢારીએ પોરબંદર જિલ્લા કલેકટરથી લઈ મત્સ્યોદ્યોગ મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે રજુઆત કરી છે કે કેમિકલયુકત પાણી દરિયામાં ઠાલવાશે તો માછીમારી ઉદ્યોગ ઠપ્પ થઇ જશે.

Jan 27, 2021, 05:31 PM IST

કોરોના-વાવાઝોડાને કારણે માછીમારોની સ્થિતી કફોડી, ઘરના દાગીના વેચી ચલાવી રહ્યા છે ગુજરાન

 કોરોનાની મહામારીના કારણે માછીમારોની આર્થિક સ્થિતી ખુબ જ કપરી બની છે. એક તરફ કોરોના અને બીજી તરફ એક પછી એક વાવાઝોડાને કારણે માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ચીન સહિત વિદેશમાં ગયેલા માલની રકમ પણ ચુકવાઇ નહી હોવાના કારણે આર્થિક સ્થિતી વધારે વિકટ બની છે. એવામાં માં માછીમારો પોતાનું ગુજરાન ચલાવવા માટે દાગીના વેચીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તેવામાં બોટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા ડિઝલ વેટ પર સંપુર્ણ માફી અને કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ફી હટાવીને ડિઝલ આપવામાં આવે. 

Dec 12, 2020, 11:05 PM IST

ગુજરાતના માછીમારોની હાલત કફોડી, લોકડાઉનને કારણે ચીન સહિત અનેક દેશોમાં પેમેન્ટ ફસાયું

  • છેલ્લા 2 વર્ષમાં ગુજરાતે 5 વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે, જેની સીધી અસર માછીમારો પર થાય છે. તો ચાલુ વર્ષે લોકડાઉને માછીમારોનું જીવન બરબાદ કરી દીધું છે.

Dec 12, 2020, 02:11 PM IST

કુદરતી આફતને કારણે દરિયામાં માછલીઓનો જથ્થો ઘટ્યો, માછીમારોની સ્થિતિ કફોડી

પોરબંદર જિલ્લામાં ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો અને મુખ્ય ઉદ્યોગ કોઈ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. દેશને કરોડો રુપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનાર આ માછીમારી ઉદ્યોગ હાલમાં ખુબજ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. જેના કારણે આજે ચાલુ સીઝને પણ હજારો બોટો દરિયામાં માછીમારી કરવા જવાને બદલે બંદર પર લાંગરેલી જોવા મળી રહી છે.

Dec 2, 2020, 09:27 PM IST

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 3 બોટ સહિત 18 માછીમારોનું કરાયું અપહરણ

પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જખૌ નજીકના દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાંથી 18 જેટલા માછીમારોને પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા તમામનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

Nov 30, 2020, 09:09 PM IST

કોરોનાના ભય વચ્ચે હવે આ નવા ચેપી રોગથી ફફડાટ, સેંકડો માછીમારો ક્વોરન્ટાઈન 

કોરોના (Corona) ના કેરથી આખી દુનિયા ભયભીત છે. પરંતુ હવે નવી નવી બીમારીઓએ દુનિયાને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ છે. બોલીવિયામાં રહસ્યમય ફ્લૂ બાદ આફ્રિકી દેશ સેનેગલની રાજધાની ડૈકરમાં રહસ્યમય સમુદ્રી બીમારીએ પગપેસારો કર્યો છે. આ બીમારી સમુદ્રમાં માછલી પકડવા જઈ રહેલા માછીમારોને થાય છે અને તે સતત ફેલાઈ રહી છે. 

Nov 22, 2020, 03:39 PM IST
Samachar Gujarat: Watch 13 October All Important News Of The State PT16M19S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 13 October All Important News Of The State

Oct 13, 2020, 08:40 AM IST

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના

  રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.

Aug 11, 2020, 10:08 PM IST

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

 પંથકમાં આજે તોફાની વરાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી ગુમ છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. જ્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.

Jun 15, 2020, 10:46 PM IST

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

May 15, 2020, 06:55 PM IST