16 જુલાઈના સમાચાર News

સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોને ચેક કર્યા વગર અમરેલીમાં એન્ટ્રી નહિ મળે
અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટાભાગના પોઝિટિવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવેલા લોકોના છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો અને મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી બન્યું છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરો અને વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો અને મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.
Jul 16,2020, 15:11 PM IST
બાઉન્સર્સ વચ્ચે HSC પરીક્ષાનું ઉત્તરવહી અવલોકન શરૂ, વાલી-વિદ્યાર્થી ઉઠે એટલે ખુરશી સ
HSC માર્ચ 2020 વિજ્ઞાન પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી અવલોકન શરૂ કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સાઉથ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે. 19 જુલાઈ સુધી ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા ચાલશે. 7 જિલ્લાના 6500 જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે ફોર્મ ભર્યા છે. આ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીના વિદ્યાર્થીઓને અલગ અલગ દિવસે બોલાવવામાં આવ્યા છે. ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણની ચકાસણી કરી શકે છે. ટોટલમાં ભૂલ સુધરી શકે, કોઈ પ્રશ્ન ચકાસવાનું રહી ગયું હોય તો તે ચકાસી શકાય, ઉત્તરવહીમાં અંદર માર્ક આપ્યા હોય બહાર રહી ગયા હોય તો તે સુધારી શકાય છે. 
Jul 16,2020, 13:05 PM IST
પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે. 
Jul 16,2020, 15:42 PM IST
PPE કીટ પહેરીને પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા
Jul 16,2020, 11:09 AM IST

Trending news