3rd of may News

જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો
May 1,2020, 22:38 PM IST
રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખ
May 1,2020, 19:13 PM IST
જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામ
અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી છ મહિનાની વ્હાલસોઇ દીકરીને કોરોનાના ડરથી માતા-પિતા ત્યાં જ મૂકીને રાજસ્થાન પલાયન થઇ ગયાનો ચોંકાવનારો બનાવ ગઈકાલે બન્યો હતો. જેમાં બાળકીનું મોત નિપજ્યું છે. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈનમાં હોઈ તેઓ અંતિમ વિધીમાં આવી શક્યા ન હતા. જોકે, નરોડા પોલીસને બાળકીનો મૃતદેહ સોંપાયો હતો. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈન હોઈ પોલીસને અંતિમવિધિ કરવાનું સંમતિ પત્ર આપ્યું હતું. બાળકીની અંતિમ વિધિ હિન્દુવિધિ મુજબ પોતે કરશે તેવી એક સ્થાનિકે આગેવાને પોલીસને અરજી કરી હતી. જે અરજીને પગલે સ્થાનિક આગેવાને મૃતદેહ સ્વીકારી સૈજપુર બોઘા સ્મશાન ગૃહમાં દફનવિધી કરી હતી. 
May 1,2020, 17:18 PM IST
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ
જામનગર કોરોના અપડેટ (Coronavirus) સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. જામનગર (Jamnagar) ની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો સાથે જ પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરોગ્ય સચિવ જયંતી રવિએ પોરબંદરમાં કોઈ પણ એક્ટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. તો દ્વારકા જિલ્લામાં  અત્યાર સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા શક્યત તમામ પગલા લેવામાં આવ્યા છે. 
May 1,2020, 16:12 PM IST
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 
Apr 30,2020, 14:21 PM IST
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. 
Apr 30,2020, 13:03 PM IST
અમદાવાદના પોલીસ જવાનો પર કોરોનાનો કહેર, 105 કર્મચારી ઝપેટમાં
અમદાવાદમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસ જવાનો પર કોરોનાનો કહેર વરસી પડ્યો છે. જનતા કરફ્યૂના દિવસથી પોલીસ જવાનો ખડેપગે સતત ફરજ બજાવી રહ્યાં છે. સૌથી વધુ અમદાવાદ પોલીસના જવાનો કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. જેને કારણે પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. આજે વધુ 8 પોલીસકર્મીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જમાલપુર, દરિયાપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર જેવા કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને વાયરસનો ચેપ લાગી રહ્યો છે. પોલીસ તંત્રમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. કુલ 105 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદ પોલીસમાં 41 સ્થાનિક પોલીસ જવાનોને ચેપ લાગ્યો છે. બાકીના SRP અને TRB જવાન સહિતના કર્મચારીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. 
Apr 29,2020, 23:55 PM IST
રાજકોટમાં ટીખળખોરોનું કારસ્તાન, દુકાનના શટરને તલવારના ઘા માર્યા
Apr 29,2020, 23:26 PM IST
વડોદરાનું આજનું કોરોના રિપોર્ટ કાર્ડ: 22 નવા કેસનો ઉમેરો, 9 દર્દીઓ રિકવર થયા
Apr 29,2020, 22:38 PM IST

Trending news