4 ઓગસ્ટના સમાચાર News

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતી અમદાવાદની 4 ફેમસ રેસ્ટોરન્ટ્સ સીલ કરાઈ
લોકડાઉન ખૂલતા જ અમદાવાદ ફરીથી ધમધમતુ થયું છે. લોકોમાં જાણે કોરોનાના ડર રહ્યો ન હોય તે રીતે લોકો વર્તી રહ્યાં છે. આવામાં દુકાને દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગના અભાવના કારણે amc એ શનિવારની મોડી રાતે પણ કાર્યવાહી કરી હતી. એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે.  તો ગઈકાલે અમદાવાદના સેન્ટ્રલ મોલને પણ સીલ મારવામાં આવ્યું હતું.  પંચવટી ચાર રસ્તા પાસે આવેલ સેન્ટ્રલ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભાવ જોવા મળતા તેને પણ સીલ મારવામાં આવ્યુ હતું.
Aug 10,2020, 12:22 PM IST
AMC એ અમદાવાદમાં સપાટો બોલાવ્યો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રિલાયન્સ ડિજીટલ સેન્ટરન
અમદાવાદ કોર્પોરેશને કોવિડ 19 ને લઈ બેદરકારી દાખવતા એકમો સામે લાલ આંખ કરી છે. આજે સવાર થી જ amc ની ટીમ અમદાવાદ શહેરમાં સીલ મારવાની કામગીરી કરી રહી છે. જેમાં પ્રહલાદ નગરમાં આવેલુ રિલાયન્સ ડિજીટલને પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગ અને સ્ટાફ કામગીરી દરમ્યાન માસ્ક ન પહેરતા amc એ સીલ મારવાની કામગીરી કરી છે. આ ઉપરાંત શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ પણ સીલ મારવામાં આવ્યો છે. બ્રાન્ડ ફેક્ટરી દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન ન થતા આખો મોલ સીલ કરાયો છે. બ્રાન્ડ ફેક્ટરીમાં ફરજ પર હાજર કર્મચારીઓ અને ગ્રાહકો પણ માસ્ક વિના ઝડપાયા હતા. મનપાના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા મોલને સીલ મારવામાં આવ્યું છે. 
Aug 5,2020, 15:41 PM IST
જામનગરમાં હવે લોકડાઉન શક્ય નથી, કોરોનાના ભય કરતાં લોકોમાં લોકડાઉનનો ભય વધુ છે : કલેક
Aug 4,2020, 15:23 PM IST
કોરોનાકાળમાં 4 મહિના બાદ આજથી ગુજરાતભરની કોર્ટમાં મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થયું
આજથી રાજ્યભરની તમામ કોર્ટમાં વકીલો દ્વારા મેન્યુઅલી ફાઇલિંગ કરવાનું શરૂ કરાયું છે. વકીલોની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. કોરોનાની સાવચેતી સાથે આજથી તમામ વકીલો ઓન ઓનલાઈનને બદલે મેન્યુઅલી ફાઇલિંગ કરી શકશે. ત્યારે ચાર મહિના બાદ મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થતા વકીલોમાં પણ ખુશીનો મહાલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 4 ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સૂચવ્યું હતું. 
Aug 4,2020, 12:32 PM IST
GTUની ઓનલાઈન પરીક્ષામાં ખામી સર્જાઈ, 1 હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં જોડાઈ ન શક્ય
Aug 4,2020, 12:02 PM IST
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં 8 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણા 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. આમ, લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે. 
Aug 4,2020, 8:58 AM IST

Trending news