Bank FD vs Corporate FD: બેન્ક એફડીમાં રિટર્નની ગેરંટી હોય છે અને મૂળ રકમ સુરક્ષિત હોય છે. જો કે, કોર્પોરેટ એફડી સામાન્ય રીતે જોખમ વધારે હોવાના કારણે બેન્ક એફડી કરતા વધુ વ્યાજ દર ઓફર કરે છે.
Fixed Deposit: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો 444 દિવસ અને 555 દિવસની બેન્ક FD સ્કીમ વચ્ચે યોગ્ય પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. SBI અમૃત વૃષ્ટિ FD (444 દિવસ) અને IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD (555 દિવસ) બન્ને જ શાનદાર વ્યાજ દર ઓફર કરી રહી છે. આ સ્કીમ્સમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 માર્ચ 2025 સુધી છે. તો ચાલો આ સ્કીમ વિશે જાણીએ.
પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)એ એફડી વ્યાજદરોમાં વધારો કર્યો છે. આ વધેલા વ્યાજદર 29 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયા છે.
IDBI Bank Special FD: IDBI બેંક દ્વારા તેના ગ્રાહકોને 375 અને 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પ્રદાન કરવા માટે અમૃત મહોત્સવ FD નામની વિશેષ યોજના શરૂ કરવામાં આવી હતી, જેની સમય મર્યાદા હવે 1 મહિના સુધી લંબાવવામાં આવી છે.
PPF Vs FD: આજકાલ દરેક વ્યક્તિ આવા રોકાણનો વિકલ્પ શોધે છે જેમાં સારા વ્યાજની સાથે પૈસાની પણ ખાતરી આપવામાં આવે છે. જો તમે પણ કોઈ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે PPF અથવા બેંક FDમાં ક્યાં રોકાણ કરવું. બંને સરકારી યોજનાઓ છે, પરંતુ પહેલા તમારે જાણી લેવું જોઈએ કે તમને વધુ લાભ ક્યાં મળશે.
ફાઈનાનન્શિયલ એક્સપર્ટનું કહેવું છે કે ઈન્વેસ્ટરોને અલગ-અલગ ટાઈમ ફ્રેમ અનુસાર રોકાણ કરવું જોઈએ. તેનાથી શાનદાર રિટર્ન પણ મળે છે અને પૈસાની તંગી પણ થતી નથી.
FD Interest Rate: મે 2023 માં, ઘણી બેંકોએ FD પર વ્યાજ દર વધારવાની ઓફર કરી હતી. તાજેતરમાં રેપો રેટમાં વધારો થયા બાદ લગભગ તમામ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ આ હોવા છતાં, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકો વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને FD પર નવ ટકા વ્યાજ આપી શકતી નથી. પરંતુ કેટલીક બેંકો એવી છે જે વરિષ્ઠ નાગરિકોને 9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) તાજેતરમાં એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત જે લોકો ફિક્સ ડિપોઝિટમાં (FD) નાણાંનું રોકાણ કરે છે તેમને 30 જૂન સુધીમાં 15G અને 15H ફોર્મ સબમિટ કરવાના રહેશે
મહેસુલ વિભાગના એક નાયબ કલેક્ટર સામે આવ્યા છે કે, જેમને લોકોના ખિસ્સા ખંખેરી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ તત્કાલીન નાયબ કલેક્ટર વિજય ચૌહાણ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના બામણબોર તથા જીવાપર ગામોમાં જમીન ટોચ મર્યાદા અધિનિયમ સબંધેની અનિયમિતતા અને ગેરરીતિ બાબતો ગુજરાત સરકારના ધ્યાને આવી છે. અને તેમની પાસેથી 1,25,30,375ની બેનામી મીલકત મળી આવી છે.