Bin sachivalay exam News

100 ગામ 100 ખબર: ‘બિન સચિવાલય પરિક્ષાનું પેપર ફોડવામાં કોંગ્રેસ કનેકશન’
Dec 26,2019, 9:20 AM IST
બિનસચિવાલય પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળનું વધુ એક કારસ્તાન સામે આવ્યું
સરકારી નોકરીની પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડાથી પ્રકાશમાં આવેલ ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંડળની મોટી ભૂલ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ પટેલે બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ દ્વારા માંગવામાં આવ્યો છે. એસટી કંડક્ટર અપૂર્વ પટેલે બિન સચિવાલયનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમનો કોલ લેટર ડાઉનલોડ કર્યો ન હતો અને પરીક્ષા પણ આપી નહોતી. છતાં ગૌણ સેવા પસંદગી દ્વારા મેઈલ કરી હાજર રહેવા જાણ કરી હતી. 
Dec 10,2019, 12:04 PM IST
Binsachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર,
ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 
Dec 4,2019, 17:02 PM IST
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ચોંકાવનારો ખુલાસો, જુઓ સમગ્ર અહેવાલ
Nov 29,2019, 16:28 PM IST

Trending news