Cases of corona News

દેશનાં કુલ CORONAમાં કેરળ અને મહારાષ્ટ્રનાં 75 ટકા કેસ, PMO ધ્વારા ઇમરજન્સી મીટિંગ
  દેશમાં એક સમય માટે માનવામાં આવતું હતું કે, કોરોના નિયંત્રણમાં આવી ચુક્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થવા લાગ્યો છે. જેને જોતા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  સામાન્ય રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 1 લાખ 50 હજારથી નીચે છે પરંતુ કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ પ્રદેશમાં પ્રતિદિન કોરોના કેસ વધતા જઇ રહ્યા છે. માત્ર કેરલમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 37 ટકા એક્ટિવ કેસ છે. 
Feb 23,2021, 19:42 PM IST

Trending news