Clearance to the woman porter News

ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી
શહેરના ટર્મિનસ રેલ્વે સ્ટેશન કે જ્યાં હાલ ૧૨ જેટલી મહિલા કુલીઓ રેલ્વે મુસાફરોના સમાનની હેરફેર કરી પોતાનું જીવન ગુજારી રહી છે, સાથે સાથે પોતાના પરિવારને આર્થીક મદદ પણ કરી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોય સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે. ભાવનગરનું રેલ્વે ટર્મિનસ કે જે રાજવી પરિવારની દેણ છે. જ્યાં આજે ૪ પેઢીથી મહિલાઓ જ કુલી તરીકે કામ કરી રહી છે. વર્ષો પહેલા આ રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આજે આધુનિક સમય અને ટેકનોલોજી ને લઇ આ મહિલા કુલી ને પુરતું કામ ના મળતા તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને આજે ૧૨ જેટલી મહિલા કુલી આ રેલ્વે સ્ટેશન પર લોકોના સમાન ની હેરફેર કરતી નજરે પડે છે.
Mar 8,2020, 23:13 PM IST

Trending news