Dedication News

ગુજરાતમાં એકસાથે 31 ડાયાલિસિસ સેન્ટરોનું લોકાર્પણ, નાગરિકોની સમસ્યા નિવારવા સરકાર કટ
ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી  ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર  મંત્રી ઋષિકેશ પટેલ તથા  રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી  ઇ-લોકાર્પણ  તેમજ રાજપીપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Mar 1,2022, 17:07 PM IST
અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી (DY.CM)એ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. 
Oct 23,2020, 19:53 PM IST

Trending news