BHAVNAGAR માં પોલીસ આવાસોનું જીતુ વાઘાણીના હસ્તે લોકાર્પણ, VIP સુવિધાઓથી સજ્જ છે આવાસ

આજે રાજ્યભરના અનેક મથકો પર રૂ. ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા પોલીસ વિભાગના રહેનાકીય અને બિન રહેનાકીય આવાસોના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દેશના ગૃહમંત્રીના હસ્તે ખેડા ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ભાવનગર ખાતે લોકાર્પણના આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રૂ.રૂ.૧.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ભરતનગર પોલીસ મથક અને ડોગ કેનાલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

BHAVNAGAR માં પોલીસ આવાસોનું જીતુ વાઘાણીના હસ્તે લોકાર્પણ, VIP સુવિધાઓથી સજ્જ છે આવાસ

નવનીત દલાવાડી/ભાવનગર : આજે રાજ્યભરના અનેક મથકો પર રૂ. ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા પોલીસ વિભાગના રહેનાકીય અને બિન રહેનાકીય આવાસોના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દેશના ગૃહમંત્રીના હસ્તે ખેડા ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ભાવનગર ખાતે લોકાર્પણના આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રૂ.રૂ.૧.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ભરતનગર પોલીસ મથક અને ડોગ કેનાલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

જેમાં ધારાસભ્ય વિભાવરી બેન દવે, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, યુવરાજ જયવીરરાજસિંહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરના અનેક મથકો પર અંદાજીત ૩૪૭ કરોડ રૂ.ના ખર્ચે પોલીસ વિભાગના રહેણાંકી અને બિન રહેણાંકી આવાસોના નિર્માણ બાદ આજે તેના સામુહિક લોકાર્પણનો કાર્યક્રમ દેશના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ખેડા ખાતે યોજાયો હતો, અને જ્યાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર ખાતે રૂ.૧.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ભરતનગર પોલીસ સ્ટેશન અને ડોગ કેનાલનો પણ સમાવેશ થાય છે. 

આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સુવિધાઓ સાથે ૭,૦૧૮ ચો.ફુટ વિસ્તારમાં આધુનિક રીતે બનેલાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઈ- લોકાર્પણમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને કારણે આજે ગુજરાત વિકાસના નૂતન શિખરો સર કરી રહ્યું છે. રાજ્યમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેને અનુલક્ષીને પોલીસને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. 

પોલીસ વ્યવસ્થાઓમાં પણ આધુનિકરણ અને ટેકનોલોજીથી સભર વ્યવસ્થાઓથી પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવી રહ્યું છે. આજે રાજ્યના ૨૫ જિલ્લાઓમાં રૂ.૩૪૭ કરોડના ખર્ચે ૫૭ પોલીસ આવાસો, પોલીસ સ્ટેશનો અને પોલીસ વ્યવસ્થાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું છે. ભાવનગરના ભરતનગર ખાતે પણ આધુનિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી. તેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા ૧૫ થી ૧૭ રૂમો સાથે અદ્યતન પોલીસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજ-જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી રહે તે માટે નવાં પોલીસ સ્ટેશન અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં આવી છે. સમયની જરૂરિયાત સાથે પોલીસ સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવ્યાં છે, જેથી પોલીસની કામ કરવાની સ્ફૂર્તિ અને ઈચ્છા શક્તિમાં પણ વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news