four kg of gold

Vadodara માં ચાર કિલો સોનાની દિલધડક ચોરી, રાજકોટના સોનીને ચા-નાસ્તો 2 કરોડમાં પડ્યોં

શહેરનાં છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતનું ચાર કિલો સોનાના દાગીના ભરેલી બેગ ઉઠાવીને બે બાઇક સવાર ફરાર થઇ જતા ચકચાર મચી છે. ઘટના અંગે જાણ થતા જ ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવીની મદદથી તપાસ આદરી છે. રાજકોટની વી.રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. 

Jun 18, 2021, 07:31 PM IST