Government launching News

સરકારે અભિયાન શરૂ કરતા હઇસો હઇસો કરીને કરોડોના ખર્ચે પ્લાન્ટ તો બનાવ્યો, હવે ધુળ ખાય
જિલ્લાનું નવાબી નગરી તરીકેની ઓળખ ધરાવતા ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટમાંથી બનાવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાઈ રહ્યો છે. આ પ્લાન્ટ ખંઢેર અવસ્થામાં ફેરવાઈ જતા અંદાજે 5 કરોડ 44 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે. રાજય અને કેન્દ્ર સરકારે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાંચ કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જો કે પાલિકાનાં પૂર્વ સત્તાધીશોએ ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કરોડો રૂપિયાજનાં ખર્ચે બનાવેલો પ્લાન્ટ આજે ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયો છે. અહિયાં કરોડો રૂપિયાનાં ખર્ચે પ્લાન્ટ માટે શેડ તો બનાવવામાં આવ્યા છે પણ મશીનરી માટે 2018માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ધન કચરામાંથી ઓઈલ અને ખાતર બનાવવાની મશીનરી જ આવી નથી.
Dec 11,2021, 17:39 PM IST

Trending news