Govt News

નર્મદાને જીવંત રાખવાના સરકારના નિર્ણય પર કેમ સ્થાનિકોને નથી ભરોસો, જુઓ વીડિયો
છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદા નદીમાં પાણીની આવક ઘટી છે. સરદાર સરોવરને દરવાજા લગાવ્યા બાદ downstreamમાં નર્મદા લુપ્ત થઇ રહી છે, ત્યારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ માં રિટ દાખલ કર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ ભરૂચ જિલ્લાની સંસ્થા ઓ પડે લોકોના વહારે આવી છે. રાજ્ય સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી અને નર્મદાની downstream માં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને ખેડૂતો ઉદ્યોગો સ્થાનિકો અને મીઠું પાણી પર્યાપ્ત માત્રામાં મળે એવા શુભ આશયથી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સરકારની આ જાહેરાતથી સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ ને હજુ પણ વિશ્વાસ બેસતો નથી.
Jul 8,2019, 20:15 PM IST

Trending news