Industrial policy News

નવી ઉદ્યોગનીતિમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશ
મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિ (industrial policy) ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીય પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.
Aug 7,2020, 13:00 PM IST
ગુજરાતમાં સળંગ 4 વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ 1માં પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવશે. ગુજરાતમાં સળંગ ચાર વર્ષ શાસન કરનાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી બન્યા. ઉલ્લેખનીય છે કે, આજના 7 ઓગસ્ટ, 2016ના રોજ ૧૨:૩૯ કલાકના વિજયમુહૂર્તે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલનો તેમજ નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ભારે દબદબાપૂર્વક પાટનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ભાજપની પરંપરા મુજબ, વિવિધ જ્ઞાતિ-સમાજોના સાધુ-સંતોને આ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
Aug 7,2020, 8:44 AM IST

Trending news