हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Janta Curfew Challenge
Janta curfew challenge 1 News
corona virus
જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
Apr 10,2020, 13:04 PM IST
corona virus
દવાના બહાને રખડવા નીકળતા લોકો માટે રાજકોટ પોલીસે શોધ્યું મોટું સોલ્યુશન
કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દવા લેવા નીકળતા લોકોને અટકાવી પોલીસ દ્વારા પત્રિકા આપવામાં આવી રહી છે. આ પત્રિકામાં 5 જેટલી અલગ અલગ મેડિકલ સ્ટોરના નામ અને નંબર આપવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ આ મેડિકલ સ્ટોરમાં ઓર્ડર કરી ઘર બેઠા દવા મેળવી શકશે. આ નિર્ણયથી દવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવી શકાશે. પોલોસે 5 જેટલી મુખ્ય મેડિકલ સ્ટોર ધારકો સાથે આ મામલે બેઠક કરીને આ નિર્ણય લીધો છે.
Apr 9,2020, 12:33 PM IST
corona virus
નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના
ગુજરાતમાં જ્યાં સતત કોરોના (corona virus) ના કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં અમદાવાદીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણ કે, અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદમાં કુલ 133 કેસ પહોંચી ગયા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કુલ નવા 55 કેસો સામે આવ્યા છે. જેમાંથી 50 માત્ર અમદાવાદ (Ahmedabad)ના હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદના વધી રહેલા કેસ માટે નિઝામુદ્દીન મરકજ હોવાનો સીધો દાવો આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધ્યો છે. નિઝામુદ્દીન સાથે સંકળાયેલા દર્દીઓના હોટસ્પોટ વિસ્તારમાંથી જ મોટાભાગના દર્દીઓ આવી રહ્યાં છે. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે.
Apr 9,2020, 11:58 AM IST
corona virus
સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો
સુરત (Surat)માં કોરોનાના કેસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર વિસ્તારના ના સુલ્તાનિયા જિમખાન પાસે રહેતા 68 વર્ષના વૃદ્ધ હસન ચાચાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમ્યુનિટી સેમ્પલિંગની તપાસમાં તેઓને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જોકે, તબીબીઓ જણાવ્યું કે, લક્ષણ ન હોવા છતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. આ વિસ્તારમાં કોરોના (corona virus) પોઝિટિવ અહેસાન પઠાણનું મોત થતા અનેક લોકોનું કમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
Apr 9,2020, 8:04 AM IST
corona virus
corona virus 5 એપ્રિલના અપડેટ: 122 કેસ સાથે ગુજરાતની હરણફાળ છલાંગ
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ રવિવારને કોરોના અપડેટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલ સાંજથી અમદાવાદમાં 1 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ભાવનગરમાં 1, કેસ, સુરતના 2 કેસ સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 11 કેસ નવા આવ્યા છે. આ કેસો ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી આવ્યા હોવાની શકયતા છે. હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા 94 દર્દીઓી હાલત સ્ટેબલ છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 1 દર્દીનું મોત નોંધાયું છે.
Apr 5,2020, 10:46 AM IST
corona virus
તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું
દિલ્હીમાં નિઝામુદ્દીન તબગિલી જમાતી મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા લોકો દેશભરમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ આવેલા આવા શખ્સો કોરોના (corona virus) ના ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો હજી સુધી કોરોનાની પહોંચથી દૂર રહેલા છોટાઉદેપુરને પણ કોરોના અડી ગયો છે. તબગિલી જમાત (tablighi jamaat) થી પરત ફરેલા શખ્સને કારણે છોટાઉદેપુરમાં હવે કોરોના પહોંચી ગયો છે. છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.
Apr 5,2020, 9:34 AM IST
corona virus
રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદના કોરોના (corona virus) પોઝિટિવ દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે રવિવારની સવારે અમદાવાદ (Ahmedabad) કોરોના (corona virus) મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તબલિગી જમાત (tablighi jamaat) ના વધુ 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ તમામ દર્દીઓ દરિયાપુર વિસ્તારમાં છે. દરિયાપુર વિસ્તારમાંથી તબગિલી જમાત સાથે કનેક્શન ધરાવતા 29 લોકોના સેમ્પલ લેવાય હતા, જે પૈકીના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે, આ મામલે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. દર્દીઓના નામ કે હિસ્ટ્રી સામે આવ્યા નથી. પરંતુ તમામ દર્દીઓનું જમાત સાથેનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે.
Apr 5,2020, 8:22 AM IST
corona virus
ભાવનગર : નવા 2 કેસમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું, એક જ પરિવારની 2 મહિલા
દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતની મરજકમાં જઈ આવેલા ગુજરાતના મુસ્લિમોના હવે કોરોના (Corona virus) પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ જમાતીઓના કેસ વધી રહ્યાં છે. ગઈકાલે અમદાવાદમાં એક કેસ સામે આવ્યા બાદ હવે ભાવનગરમાંથી આવેલા બે નવા કેસમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું છે. ભાવનગરમાં મૃત્યુ પામનાર શખ્સ મરકજમાં ગયા હતા, જેના બાદ તેમના પરિવારની બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે.
Apr 4,2020, 7:54 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા