Khambat News

સુરક્ષિત નથી ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો, અહીં મંડરાઈ રહ્યો છે સુન
 ઈન્ડોનેશિયામાં શનિવારે આવેલ સુનામીમાં મરનારાઓનો આંકડો 281 પર પહોંચી ગયો છે, તો 1000થી વધુ લોકો ઘાયલ છે. આ સાથે જ હજી પણ ઈન્ડોનેશિયાના માથે સુનામીનું સંકટ તો તોળાઈ જ રહ્યું છે. હજી સુનામી આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારે આવા સમયમાં ભારતમાં આવેલી સુનામી યાદ આવી ગઈ છે. પરંતુ ભારતમાં હજી સુનામી નામના ખતરો માથે મંડરાઈ રહ્યો છે. ભારતના અનેક દરિયા કાંઠે સુનામી આવી શકે છે, જેમાં ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ બાકાત નથી. ભારતના દરિયા પર ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધી સમુદ્રનું જળ સ્તર 3.5 ઈંચથી 34 ઈંચ (2.8 ફૂટ) સુધી વધી શકે છે. મુંબઈ સહિત પશ્ચિમી તટ અને પૂર્વીય ભારતના પ્રમુખ ડેલ્ટાઓમાં આ સૌથી મોટો ખતરો હોઈ શકે છે. આ માહિતી ગત શુક્રવારે સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવી હતી.  દરિયાની જળસપાટીમાં વધતા મુંબઇ, કચ્છ, ખંભાતનો અખાત, કેરળમાં સૌથી વધુ અસર થશે. ગ્લોબલ વૉર્મિંગની અસરને લીધે જળસપાટી વઘી રહી છે. અત્યાર સુધીમાં 35 ટકા જેટલો દરિયાકાંઠો ખવાઈ ગયો છે.
Dec 24,2018, 10:55 AM IST

Trending news