Mana patel News

AHMEDABAD: ગુજરાતી ગૌરવ માના પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત, શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા રમતવીરો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની છ દીકરીઓ પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલે સંવાદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપનના ટોક્યોમાં યોજાશે ઓલિમ્પિક 2021 બેંગ્લોર ખાતેથી પીએમ મોદી સાથેના સંવાદમાં માના પટેલ જોડાઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ કર્યો હતો. જુદી જુદી રમતો સાથે જોડાયેલા ખેલાડીઓનો પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો હતો. 
Jul 13,2021, 23:36 PM IST

Trending news