કુંડળી મુજબ જ્યોતિષ ગણતરી કરીયે તો ભારત કડક વલણ અપનાવે, સર્જીકલ સ્ટાઈક જેવી કોઈ જવાબી કાર્યવાહી થાય, લશ્કરી કાર્યવાહી થાય પણ બે દેશ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તેવું ગણતરીમાં આવતું નથી. બન્ને દેશમાં થોડી ઉત્તેજના જોવા મળી શકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત અને મુત્સદી બને, ભારતીય શેરબજાર કે કોમોડિટી બજાર ઉપર ખાસ મોટી કોઈ વિપરીત અસર થશે નહીં બજાર ઉતાર ચઢાવ વચ્ચે થોડી તેજી બતાવે તેવું લાગી રહ્યું છે.
ગ્રહોના સેનાપતિ મંગળ જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેના જીવનમાં અનેક પ્રકારે લાભ જ લાભ થાય છે. મંગળના રાશિ પરિવર્તનથી તો જાતકો પર પ્રભાવ પડતો હોય છે પરંત મંગળ ગ્રહની મહાદશાથી પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારે શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે. એવી વ્યક્તિ કે જેની કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય તેને જીવનમાં સફળ થતા કોઈ રોકી શકે નહીં.
Mangal Ke Upay: કુંડળીમાં મંગળની મહાદશા દરમિયાન વ્યક્તિને 7 વર્ષ સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન વ્યક્તિના વિવાહિત જીવનમાં સમસ્યાઓ, વિવાદ, મિલકત વગેરેમાં વધારો થાય છે.