Many important News

Junagadh: મનપાની સામાન્ય સભા અને બજેટની બેઠક યોજાઇ, લેવાયા અનેક મહત્વના નિર્ણયો
મનપાની સમાન્ય સભા અને બજેટ સભાની બેઠક યોજાઈ હતી. જેમાં અવસાન પામેલા પૂર્વ મંત્રી તથા કોર્પોરેટરને મૌન પાળી શ્રધ્ધાંજલી અપાયા બાદ ભાજપ અને કોંગ્રેસના નવા કોર્પોરેટરોને પ્રથમ બોર્ડમાં આવકારી બેઠકની શરૂઆત થઈ હતી. જેમાં જનરલ બોર્ડમાં વિકાસના કામો માટે ઠરાવોને મંજૂરી અપાઈ તો બજેટ બોર્ડમાં કોઈપણ વધારાના વેરા વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જનરલ બોર્ડ અને બજેટ બોર્ડ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને ગેરવર્તણુંક બદલ બોર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તો કોંગ્રેસ શહેર પ્રમુખ મંજૂરી વગર બોર્ડમાં ઘુસી આવતાં હોબાળો મચી ગયો હતો. જો કે હોબાળા વચ્ચે એક સારો નિર્ણય પણ લેવાયો અને તમામ કોર્પોરેટરો સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન માટે  ઝુંબેશ હાથ ધરશે તેવો નિર્ણય લેવાયો હતો.
Mar 20,2021, 2:05 AM IST

Trending news