Mauritius environmental emergency News

અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા આ દેશ પર મોટું પર્યાવરણ સંકટ
લગભગ બે અઠવાડિયા પહેલા મોરેશિયસની પાસે હિન્દ મહાસાગરમાં એક મોટા પથ્થર સાથે જાપાનનું જહાજ ટકરાયા બાદ ઈંધણ લીક થવાના કારણે મોટું પર્યાવરણ સંકટ ઊભું થયું છે. જેના કારણે મૂંગા પ્રાણીઓ, માછલીઓ અને સમુદ્રી જીવોથી લઈને અધિકારીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ પરેશાન છે. જાપાનીઝ કંપની નાગાશિકી શિપિંગ કંપનીનું MV વાકાશિઓ મોરેશિયસના દક્ષિણપૂર્વ તટ પર 25 જુલાઈના રોજ પથ્થર સાથે ટકરાયું. ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રવિન્દકુમાર જગનાથે દેશમાં પર્યાવરણ કટોકટી જાહેર કરી દીધી અને આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. આ ટેન્કર 299.5 મીટર લાંબી અને 50 મીટર પહોળી છે. તેના પર 20 ક્રુ સભ્યો છ. જહાજ જ્યાં છે તે સંવેદનશીલ ઝોન કહેવાય છે. 
Aug 9,2020, 13:43 PM IST

Trending news