Month and a half News

શહેરમાં કોરોના કાબૂમાં, દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી 17થી વધીને 23 ટકાએ પહોંચી
એક સમયે રાજ્યમાં સૌથી વધારે કોરોના કહેર અમદાવાદમાં હતો, જ્યારે આખા ગુજરાતનાં 70-75 કેસ આવતા હતા ત્યારે અમદાવાદમાં 150થી વધારે કેસ આવતા હતા. જો કે હવે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ 17 ટકા હતું જે હવે વધીને 23 ટકા સુધી પહોંચી ચુક્યો છે. જેના કારણે રાજ્યના અન્ય મોટા શહેરોની સરખામણીમાંઅમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. સાથે જ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હર્ડ ઇમ્યુનિટી અંગેનો ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. 
Oct 22,2020, 23:12 PM IST

Trending news