navratri 2019

વર્લ્ડ ફેમસ ‘યુનાઈટેડ વે’ના ગરબા આવ્યા વિવાદમાં, GST ચોરી મામલે આજે તપાસના ધમધમાટ શરૂ

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે (United way Garba) જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટી (GST) ની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે (United Way of Baroda) ની ઓફિસે પહોંચ્યા છે. 

Oct 14, 2019, 11:21 AM IST

શરદ પૂનમ : રાત્રે 12ને ટકોરે અંબાજી મંદિરના દરવાજા ખોલી માતાને દૂધ પૌંઆનો ભોગ ધરાવાયો

ગઈકાલે શરદ પૂર્ણિમા (sharad purnima 2019) હતી, જેને પગલે પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌંઆ પૂનમ મનાવવામાં આવી હતી. નવરાત્રિ બાદ ફરી એકવાર અંબાજી મંદિર (Ambaji) નું ચાચરચોક શરદ પૂર્ણિમાએ સોળે કલાએ ખીલેલી રાત્રિએ ખેલૈઆઓનાં તાલે હિલોળે ચઢ્યું હતું. હજ્જારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પૂનમની રાતના ગરબા (Garba) ની મોજ માણી હતી. જ્યારે રાત્રિના 12.00ના ટકોરે મંદિરમાં માતાજીનાં નિજ મંદિરનાં દરવાજા ખોલી માતાને દુધ પૌંઆ (Dudh Poha) નો ભોગ ચઢાવાયો હતો. તેમજ રાત્રે કપૂર આરતી કરવામાં આવી હતી.

Oct 14, 2019, 08:05 AM IST

સાપ પકડીને ગરબે ઘૂમી બાળાઓ, video Viral થયા બાદ વનવિભાગ દોડતું થયું

જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી. 

Oct 12, 2019, 09:58 AM IST

સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

Oct 10, 2019, 03:37 PM IST

પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.

Oct 10, 2019, 09:51 AM IST

દશેરાએ ખાસ પ્રકારના ગરબા કરીને પોતાની માનતા પૂરી કરે છે આ ગામના લોકો

સમગ્ર રાજ્યમાં નવ દિવસ બાદ શક્તિ આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ (Navratri 2019) પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્યમાં ગરબા બંધ થઇ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામના દશેરા (Dussehra)ના દિવસે ખાસ ગરબા (Garba) નુ આયોજન કરાય છે. અહીં દશેરા પર પારંપરિક માટલી થાય છે. ડેરોલના માટલી ગરબા (Matli Garba) એટલા પ્રખ્યાત છે કે આ વખતે તો ગામમાં આવેલા વિદેશીઓ પણ ડેરોલ ગામમાં માથે માટલી ગરબો લઇ ગરબે ઘૂમ્યા હતા.

Oct 9, 2019, 08:43 AM IST

આજે નવમે નોરતે કરો માતા સિદ્ધિદાત્રીની ઉપાસના, યશ-ધનની પ્રાપ્તિ માટે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય ચે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પૂજાય છે. 

Oct 7, 2019, 08:45 AM IST
 Rasratri 2019:  Milan Farm Ahmedabad PT7M14S

રાસરાત્રિ 2019: ઝી 24 કલાક દ્વારા આયોજીત મિલન ફાર્મ અમદાવાદના ગરબા

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા મિલન ફાર્મ અમદાવાદમાં આયોજીત ગરબામાં ખેલૈયાઓએ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 6, 2019, 11:10 PM IST
 Rasratri 2019: Garba With Kinjal Dave PT12M19S

રાસરાત્રિ 2019: માણો કિંજલ દવે સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 11:00 PM IST
  Rasratri 2019: Garba With Geeta Rabari PT5M21S

રાસરાત્રિ 2019: મુંબઈથી ગીતા રબારી સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 10:55 PM IST
 Rasratri 2019: Maher Samaj Traditional Ras Garba PT6M47S

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

Oct 6, 2019, 10:50 PM IST
 Rasratri: Maha aarti at Umiya Dham PT14M49S

સુરતઃ આઠમાં નોરતે ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન

સુરતઃ નોરતાના આઠમાં દિવસે સુરતમાં ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં 30 હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતા.

Oct 6, 2019, 10:45 PM IST

અમદાવાદમાં થતા રાવણ દહનનું ઉત્તર પ્રદેશના મુસ્લિમ પરિવાર સાથે છે ખાસ કનેક્શન

દશેરા (Dussehra 2019) ના પર્વને હવે એક દિવસ જ બાકી છે. હાલ ભલે ખેલૈયાઓ નવરાત્રિ (Navratri 2019) ના ગરબા (Garba) માં મગન હોય, પણ બીજી તરફ દશેરાના દિવસે ઠેર ઠેર કરાતા રાવણ દહન (Ravan Dahan) ની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. આવામાં રાવણનું પૂતળું બનાવનારા કારીગરો રાવણ (Ravn) ને આખરી ઓપ આપી રહ્યા છે. મહત્વનું એ છે કે, અમદાવાદ (Ahmedabad) માં રાવણનું પૂતળુ બનાવવા માટે યુપીથી ખાસ કારીગરો આવી પહોંચે છે. જેઓ અહીં રોકાઈને રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને બનાવે છે.

Oct 6, 2019, 02:56 PM IST

Pics : ગુજરાતની આ નવરાત્રિ વિશે પણ જાણવા જેવું છે, જ્યાં મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ, પુરુષો જ કરે છે ગરબા

ગુજરાત (Gujarat)માં હાલ નવરાત્રિ )Navratri 2019)નો પર્વ ચાલી રહેલો ચારે તરફ ગરબાનો માહોલ છે. અલગ અલગ સ્થળોએ અલગ અલગ સ્ટાઈલમાં ગરબા (Garba) રમાતા હોય છે. પરંતુ અર્વાચીન સ્ટાઈલમાં પણ અનેક જગ્યાઓએ પ્રાચીન ગરબાની પરંપરા જળવાયેલી છે. ગુજરાતમાં અનેક ગામોમાં હજી પણ પારંપરિક ગરબા રમાય છે. જ્યાં ડીજે, સાઉન્ડ સિસ્ટમ, પાર્ટી પ્લોટ જેવી કોઈ બાબતને સ્થાન નથી. ત્યારે આઠમા નોરતે એવા ગુજરાતના એવા પ્રાચીન ગરબા વિશે જાણીએ જ્યાં માત્ર પુરુષો દ્વારા ગરબા કરવામાં આવે છે. અહીં સ્ત્રીઓને ગરબા રમવા પર પ્રતિબંધ હોય છે. 

Oct 6, 2019, 10:14 AM IST

આઠમ પર આજે રાજ્યભરના મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ, અંબાજીમાં ખેડૂતે 551 દીવાની આરતી કરી

આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના થાય છે ત્યારે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસર પર રાજ્ય સહિત દેશભરના મંદિરોના ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ-હવન અને નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યાં છે. જેમણે નોરતાના નવ દિવસ ઉપવાસ ન કર્યા હોય તે લોકો પણ આજે આઠમનો ઉપવાસ રાખે છે. આજે દુર્ગાષ્ટમીના રોજ જ્યાં જ્યાં માતાજીના સ્થાપન કર્યા હોય ત્યાં હવન કરવામાં આવે છે. આદ્ય શકિતના અનુષ્ઠાન માટે આજનો દિવસ અતિ ઉત્તમ હોવાથી માઈ ભક્તો આખો દિવસ પૂજા અર્ચનામાં લીન જોવા મળશે. સાથે જ જે ભાવિકો નોરતાના ઉપવાસ કરતા હોય તેવા તેઓ પણ આઠમના દિવસે ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. 

Oct 6, 2019, 08:23 AM IST

નવરાત્રિ 2019: આજે સાતમા નોરતે કરો માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા

નવરાત્રિમાં માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે.

Oct 5, 2019, 08:42 AM IST
 Rasratri 2019: Nilcity Club Garba PT3M46S

રાજકોટ નીલસિટી ક્લબથી ગરબાની રમઝટ

રાજકોટ નીલસિટી ક્લબમા આયોજીત રાસરાત્રિમાં ખેલૈયાઓ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 4, 2019, 11:20 PM IST
 Rasratri 2019: Navlakhi Ground Vadodra PT3M13S

માણો વડોદરાના નવલથી મેદાનથી ગરબાની રમઝટ

નવલખી મેદાનથી આયોજીત રાસરાત્રિમાં ખેલૈયાઓ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 4, 2019, 11:15 PM IST
 Rasratri 2019: Navratri at Milan Farm Ahmedabad PT5M44S

રાસરાત્રિ 2019: અમદાવાદના મિલન ફાર્મથી માણો ઝી 24 કલાક દ્વારા આયોજીત ગરબા

ઝી 24 કલાક દ્વારા આયોજીત રાસરાત્રિમાં ખેલૈયાઓ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 4, 2019, 11:15 PM IST
 Rasratri 2019: Enjoy Rajkot, Ahmedabad, Surat, Baroda and Gandhinagar Garba PT25M14S

રાસરાત્રિ 2019: માણો, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરથી ગરબાની રમઝટ

નવરાત્રીના છઠ્ઠા દિવસે ઝી 24 કલાક પર માણો અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને બરોડાથી ગરબા.

Oct 4, 2019, 10:55 PM IST