newly appointed

નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલ 2.30 વાગ્યે શપથ ગ્રહણ કરશે, ઘરે લાપસીના આંધણ મુકાયા

મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે પ્રથમ વાર સંબોધન કર્યું હતું. ભુપેન્દ્ર પટેલે આજે રાજ્ય પાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. જેને રાજ્યપાલે મંજુરી આપ્યા બાદ આવતી કાલે 02 વાગ્યે તેઓ શપથગ્રહણ કરશે. ત્યાર બાદ તેમના નવા મંત્રીમંડળ અંગે જાહેરાત કરશે.  અત્રે નોંધનીય છે કે, તેઓ રાજ્યપાલને મળ્યા બાદ સીધાજ ત્રિમંદિર ગયા હતા. ત્યાર બાદ તેઓ પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા. તેમના ઘરે પણ લાપસીના આંધણ મુકવામાં આવ્યા હતા. અહીં તેઓનું લાપસીથી મોઢુ મીઠુ કરાવીને સ્વાગત કરવામાં આવશે.

Sep 12, 2021, 06:50 PM IST

રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ 29 કરોડના આસામી, જૂઓ કોણ છે આ વ્યક્તિ?

જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે પ્રમુખ પદ માટે ભુપત બોદર, ઉપ પ્રમુખ પદ માટે સવિતાબેન વાસાણી અને કારોબારી ચેરમેન પદ માટે સહદેવસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ પદના ઉમેદવાર ભુપત બોદર 29 કરોડના આસામી છે.

Mar 16, 2021, 06:54 PM IST

નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સંગઠનને નવી ઉંચાઇએ પહોંચાડશે: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ  સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ  જે. પી. નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે,  સી.આર. પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને  સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે. 

Jul 20, 2020, 08:34 PM IST