Omicrone patient recovered News

GUJARAT માટે સૌથી જરૂરી અને પોઝિટિવ સમાચાર, ઓમિક્રોનનો પ્રથમ દર્દી સામાન્ય સારવારથી
પ્રથમ ઓમિક્રોન દર્દીની સફળ સારવાર થઇ અને તે સાજો થતા તેને સિવિલમાંથી રજા અપાઇ હતી. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં ગાઈડલાઈન મુજબ સારવાર અપાઈ હતી. ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત નહોતી પડી અને દર્દી ઝડપથી રિકવર પણ થયો હતો. કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન સંક્રમિત રાજકોટના પ્રથમ દર્દીની રાજકોટ સિવિલમાં ૧૩ દિવસની સફળ સારવાર બાદ આજરોજ દર્દીને રજા આપવામાં આવી હતી. તાન્ઝાનિયાથી દુબઈ થઈ રાજકોટ ખાતે આવેલ ૨૪ વર્ષીય વિદ્યાર્થી સુલતાન અહેમદ આર.કે. યુનિવર્સીટીમાં આવેલ હતો. ગત તા. ૧૫ ડિસેમ્બરના રોજ તેમને કોરોનાના લક્ષણો જણાતા ઓમિક્રોન સસ્પેક્ટ તરીકે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 
Dec 27,2021, 20:37 PM IST

Trending news