One year News

SURAT કોર્પોરેશને નાનકડો ખર્ચ કરીને આજે કરોડો રૂપિયાની બચત કરી, એક વર્ષમાં 64 કરોડ ર
રિન્યૂએબલ એનર્જી થકી પાલિકાની 11 પ્રોપર્ટીનું વીજ ઉત્પાદન વપરાશમાં ઘટાડો કરવા 50%થી વધુ સફળતા મળી છે. સુરત પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન ઓફિસ મળી 60 કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનમાં પાલિકાએ અંદાજે 64 કરોડોનો નફો કર્યો છે. રિન્યુઅલ એનર્જી તરફ જવું ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. વીજળીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા આવનાર દિવસોમાં હજી પણ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડે તેમ છે. જ્યારે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને આગળ વધવાનો સમય છે. પાલિકા વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે. વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે. તેવામાં પાલિકાએ 64 કરોડ બચાવ્યા છે. 
May 23,2022, 23:30 PM IST

Trending news